ટી-સીરિઝના માલિક ભૂષણ કુમારે કરી આટલા કરોડ રૂપિયાની સહાયની જાહેરાત

બોલીવૂડ કોરોના વાયરસની લડાઇમાં પોતાનો ટેકો આપવા માટે સતત આગળ આવી રહ્યું છે. અક્ષય કુમાર અને વરૂણ ધવન પછી ટી-સીરીઝના માલિક ભૂષણ કુમારે સહાયની જાહેરાત કરી છે. ભૂષણ કુમારે પીએમ કેર ફંડમાં 11 કરોડનું દાન આપવાની જાહેરાત કરી છે. ખુદ ભૂષણ કુમારે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે.
સહકારની રકમની ઘોષણા કરતા કુમારે એક ટ્વિટમાં લખ્યું, આપણે બધા અત્યારે મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ. આવા સમયે, આપણે મદદ કરવી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં મેં અને ટી-સિરીઝ પરિવારે વડાપ્રધાનના કેર ફંડમાં 11 કરોડ આપવાનું નક્કી કર્યું છે. આપણે બધા મળીને તેનો લડત કરી શકીશું. જય હિન્દ. ‘
અગાઉ અક્ષય કુમારે કોરોના સામેની આ લડતમાં 25 કરોડ રૂપિયાના સહયોગની જાહેરાત કરી હતી. અક્ષય કુમારે ટ્વિટ કરીને લખ્યું, ‘આ તે સમય છે જ્યાં સવાલ આપણા જીવનનો છે અને આ માટે આપણે શક્ય તે બધું કરવું જોઈએ. હું મારી બચતમાંથી 25 કરોડ રૂપિયા પીએમ કેર ફંડમાં આપવાનું વચન આપું છું. ચાલો જીવન બચાવીએ, જાન હૈ તો જહાં હૈ.

Related Posts