ભ્રષ્ટાચાર વિરુધ્ધ રાજ્ય સરકાર સામે રણશીંગુ ફુંકતા કોંગ્રેસ શાસિત લુણાવાડા પાલીકામાં ભ્રષ્ટાચારનો ભોરિંગ

દુકાનો વેચવાના કારસોમાં પાલિકા પ્રમુખે આકરો દંડ ફટકાર્યા બાદ હવે ટાઉન હોલ બનાવવામાં ખેલ્યા ભ્રષ્ટાચારના ખેલ : તપાસમાં પાલિકાના મુખ્ય અધિકારી સહિતના જવાબદાર અધિકારીઓ પણ ભેરવાતા ફફડાટ: ટાઉન હોલ બનાવવાના ભ્રષ્ટાચારની તપાસ પ્રમુખના માથે લટકતી તલવાર


(પ્રતિનિધિ) લુણાવાડા, તા. ૨૨ છેલ્લા અઢી દાયકાથી રાજ્યમાં સત્તા ગુમાવી ચુકેલ કોંગ્રેસ (Congress) હવે વર્તમાન શાસકોના કાળ દરમિયાન ભ્રષ્ટાચાર મુક્ત શાસનના દાવા કરતી સરકારના ભ્રષ્ટાચાર(Government corruption) વિરુધ્ધ રણશીંગું ફુકાઇ રહ્યાં છે.

ત્યારે કોંગ્રેસ શાસિત લુણાવાડા પાલિકામાં ભ્રષ્ટાચારના ભોરિંગ વકરવા પામી રહ્નાની ચર્ચા એરણે ચઢવા પામી છે ગત સપ્તાહે પ્રમુખને આકરો દંડ ફટકાર્યા (Strict fines struck )બાદ ટાઉન હોલ બનાવવાના મુદ્દે નાણાંકીય ગોલમાલની આશંકા વ્યક્ત થતાં મામલો પ્રાદેશિક કમિશનર સુધી પહોંચવા પામ્યો હોવાનું જાણવા મળેલ છે.

મહીસાગર જિલ્લા મથક લુણાવાડામાં કોંગ્રેસ શાસિત લુણાવાડા નગરપાલિકા (Lunawada Municipality) દ્વારા છ કરોડ થી વધુ રૂપિયાના ખર્ચે ટાઉન હોલ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું જે ટાઉનહોલ બનાવમાં આવી રહ્યા છે તેમાં લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ દ્વારા છ કરોડના ટાઉન હોલના કામમાં ખાડો ખોદી ૪૬ લાખ ચૂકવી પાલિકા પ્રમુખે ભ્રષ્ટાચારના રેકોર્ડ બ્રેક કર્યા હોવાનું ચર્ચાઈ રહ્નાં છે ત્યારે અગાઉની તપાસો પર પણ ભ્રષ્ટાચારનો પડદો પાડવાના પ્રયાસો તેજ થયા હોવાનું જાણવા મળે છે.

પાલિકા પ્રમુખ જયેન્દ્રસિંહ સોલંકી આ અગાઉ પણ અનેક ભ્રષ્ટાચારના મામલામાં સંડોવાયા છે. ગત સપ્તાહમાં પાલિકા પ્રમુખ(President of the Corporation )ને નંદન આર્કેડમાં પોતાની દુકાનો વેચવા અન્ય સ્થળે મંજુર થયેલ રોડ બનાવી દેવાના મામલામાં રૂપિયા ૯.૫૪ લાખની વસુલાતનો આદેશ પ્રાદેશિક કમિશનરે કર્યા બાદ નગરના લોકોને હૈયાધારણા જાગી છે કે આ મામલામાં પણ હવે સત્ય બહાર આવશે તેમજ પાલિકા અનેક ભ્રષ્ટાચારો બહાર આવશે.

જો કે આ મામલે પ્રાદેશિક કમિશનર કચેરી દ્વારા કરવામાં આવેલ તપાસ લંબાતા મામલો હજુ પેન્ડીંગ છે ત્યારે ભ્રષ્ટાચારી પાલિકા પ્રમુખ (Corrupt corporation president) દ્વારા પ્રજાના પૈસા ખાડામાં નાખી દેવાયા હોવાનું લોક ચર્ચામાં છે.

લુણાવાડા નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા મહીસાગર જિલ્લા સેવા સદન પાસે ટાઉન હોલ બનાવવા જમીન ફાળવી હતી અને તે જગ્યા પર ટાઉન હોલ (Town Hall) બનાવવા માટેની તમામ પ્રકારની મંજૂરીઓ લઇ ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી લીધી હતી.

પરંતુ કોઈ કારણોસર તે જગ્યા રદ થતા ટાઉન હોલ બનાવવાનું કામ અટકી ગયું હતું. ત્યારે હાલના લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ જયેન્દ્રસિંહ સોલંકીએ પોતાની વગ વાપરી પોતાના મળતિયાઓને કોન્ટ્રાકટ આપી લુણાવાડામાં આવેલ એક માત્ર રમતગમતમાં મેદાનમાં ટાઉનહોલ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.

મહીસાગર જિલ્લા ભાજપના મહામંત્રી અને લુણાવાડા નગરપાલિકાના સભ્ય મુળજીભાઈ રાણાએ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ વડોદરા કચેરી(Vadodara office )માં સરકાર દ્વારા આપવામાં આવેલી ગ્રાન્ટ નો દુરુપયોગ કરવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપ સાથે અરજી કરી હતી.

જેના પગલે પ્રાદેશિક કમિશનર દ્વારા મહીસાગર જિલ્લા સંતરામપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને લુણાવાડા નગરપાલિકા દ્વારા બનવામાં આવી રહેલ ટાઉન હાઙ્ખલમાં થઈ રહેલ સરકારી ગ્રાન્ટ નો દુરુપયોગ કરી અને આચરવામાં આવી રહેલ ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ અધિકારીએ તપાસ શરૂ કરી હતી.
આ બાબતે જે તે સમયે તપાસ અધિકારીએ લુણાવાડા નગરપાલિકા કચેરીમાં જઈ ટાઉન હોલ વિશેનું દફતર તપાસ્યું હતું, તેમજ જ્યાં ટાઉન હોલ બને છે તે સ્થળની સ્થળ તપાસ કરી હતી. જો કે આ તપાસની ફાઈલ દફતરોમાં હજુ પેન્ડીગ છે ત્યારે લુણાવાડા નગરમાં ટાઉનહોલ પણ હવે ભ્રષ્ટાચારની ભેટ ચઢી ગયો હોય તેમ ચર્ચાઈ રહ્યાં છે.

Related Posts