Gujarat

ભાવનગરના વલભીપુરમાં ટાયર ફાટતા ટ્રક પલટી ગઈ, ટ્રકમાં સવાર લોકો દબાયા, 7નાં મોત

ભાવનગર: (Bhavnagar) ભાવનગરના વલભીપુર તાલુકાના મેવાસા ગામ (Village) પાસે ઘાસ ચારો ભરેલી ટ્રકનું ટાયર ફાટતા ટ્રક (Truck) પલટી ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં ટ્રકમાં સવાર 7 લોકોના સ્થળ પર મોત થયા હતા. ટ્રકમાં 12થી 14 મજૂરો સવાર હતા. અકસ્માત થતાં આ લોકો ટ્રક નીચે દબાયા હતા. મળતી માહિતી અનુસાર અત્યારસુધીમાં 6 લોકોનાં મોત થયાં છે. આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. સ્થાનિકોએ આ અંગે 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી બચાવ કામગીરી શરૂ કરી હતી.

ભાવનગરના વલભીપુર તાલુકાના મેવાસા ગામ નજીક ટ્રક પલટી જતા ટ્રક નીચે અનેક લોકો દબાયા હતા. જેમાં 7 લોકોના મોત થયા હતા. મેવાસા ગામ તરફથી લીલો ઘાસચારો ભરેલી ટ્રક વલભીપુર તરફ આવી રહી હતી એ સમયે ટ્રક પલટી ગઈ હતી. આ તમામ લોકો મેવાસા ગામ તરફથી વલભીપુર આવી રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ તેમજ 108ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા હતા. મૃત્યુઆંકમાં વધારો થવાની આશંકા સેવાઈ રહી છે. 

Most Popular

To Top