દિવાળી પહેલાં હોળી: ભરૂચના 39 સરકારી કર્મચારીને જર્જરિત મકાન ખાલી કરવા આદેશ

ભરૂચ: (Bharuch) ભરૂચ માર્ગ અને મકાન વિભાગ (Road and Building Department) દ્વારા શક્તિનાથ ખાતે આવેલા કોમન પુલ સ્ટાફ ક્વાટર્સ સરકારી કર્મચારીઓને જર્જરિત મકાનો સંદર્ભે નોટિસ પાઠવી તાત્કાલિક ખાલી કરવા જણાવતાં દિવાળીના તહેવાર (Diwali Festival) પૂર્વે રહીશ કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. હાલના 303 ક્વાટર્સના બદલે 500 ક્વાટર્સની વિશાળ બહુમાળી ઇમારત (Multi-storey building) સરકારી કર્મચારીઓ માટે બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં મોટા ભાગના જર્જરિત થવા સાથે ખાલી થઈ જતાં તે તોડી પાડવામાં આવ્યા છે. પરંતુ હાલમાં પણ ૩૯ સરકારી કર્મચારીઓના પરિવારજનો અહીં રહે છે. સલામતીના ભાગરૂપે દરેક ક્વાટર્સના ત્રણ બ્લોકના ૩૯ મકાનમાં રહેતા કર્મચારીઓને દિન દસમાં ખાલી કરવા નોટિસ પાઠવવામાં આવી છે. જેથી તેઓને સામી દિવાળીએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

દિવાળી પહેલાં હોળી: ભરૂચના 39 સરકારી કર્મચારીને જર્જરિત મકાન ખાલી કરવા આદેશ

ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં બહુમાળી તરીકે ઓળખાતા સરકારી વસાહતમાં ભરૂચની વિવિધ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ રહે છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ મકાનો જર્જરિત થઈ જતા છેલ્લા કેટલાક સમયથી કેટલાક મકાનો ખાલી કરાવી ત્યાં હાલના ૩૦૩ ક્વાટર્સના બદલે ૫૦૦ ક્વાટર્સની વિશાળ બહુમાળી ઇમારત સરકારી કર્મચારીઓ માટે બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

૧૯૬૫થી ૧૯૭૦ દરમિયાન ત્રણ તબક્કામાં બનેલા ૩૦૩ મકાનો અહીં આવેલા હતા. જેમાંથી હાલમાં મોટા ભાગના જર્જરિત થવા સાથે ખાલી થઈ જતાં તે તોડી પાડવામાં આવ્યા છે. પરંતુ હાલમાં પણ ૩૯ સરકારી કર્મચારીઓના પરિવારજનો અહીં રહે છે. જે માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગર દ્વારા જર્જરિત ભયજનક મકાન માટે આપેલા અભિપ્રાયના આધારે આ મકાનો તાત્કાલિક ખાલી કરવા જણાવ્યું છે. સલામતીના ભાગરૂપે દરેક ક્વાટર્સના ત્રણ બ્લોકના ૩૯ મકાનમાં રહેતા કર્મચારીઓને દિન દસમાં ખાલી કરવા નોટિસ પાઠવવામાં આવી છે.

દિવાળી પહેલાં હોળી: ભરૂચના 39 સરકારી કર્મચારીને જર્જરિત મકાન ખાલી કરવા આદેશ

માર્ગ અને મકાન વિભાગ દ્વારા અહીં રહેતા સરકારી કર્મચારીઓ અને તેમના ડિપાર્ટમેન્ટને પણ આ અંગે જાણ કરી દસ દિવસમાં ક્વાટર્સ ખાલી કરવા તાકીદ કરી ક્વાટર્સ રહેતા કર્મચારી દ્વારા સમયસર તે ખાલી કરવામાં ન આવે અને કોઇ અનીચ્છનીય ઘટના બનશે તો તે બાબતે કચેરીની કોઈ જવાબદારી રહેશે નહીં તેમ પણ જણાવાયું છે. આ નોટિસના પગલે બહુમાળીમાં રહેતા સરકારી કર્મચારીઓ માટે દિવાળી પહેલા હોળી જેવી સ્થિતિનું સર્જન થયું છે.

Related Posts