Dakshin Gujarat

બારડોલીના રેલવે સ્ટેશન નજીક ટ્રેન અડફેટે અજાણી મહિલાનું મોત

બારડોલી: બારડોલી (Bardoli) રેલવે સ્ટેશન (Realway Stataion) પ્લેટફોર્મ નજીકથી અજાણી મહિલાનો ટ્રેન અડફેટે ગંભીર ઈજાઓ સાથેનો મૃતદેહ મળી આવ્યો હતો. રેલવે પોલીસે (Realway Police) મહિલાના મૃતદેહનો કબજો લઈ વાલી વારસદાર શોધવા માટેની તજવીજ હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી મુજબ બારડોલીના રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં.1ના નજીકથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. રેલવે સ્ટેશન પર આવેલા ખંભાતી સ્ટોલની સામે રેલવેની અપ મેઈન લાઇન ઉપર કિ.મી નં. 26/37 પાસે રેલવે લાઇન ક્રોસ કરવા જતાં સમયે અજાણી મહિલાનું મોત નીપજ્યું હતું.

મહિલા તાપતિ ગંગા એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી
ટ્રેન નં.19046 તાપતિ ગંગા એક્સપ્રેસ પસાર થઈ રહી હતી દરમિયાન મહિલા ટ્રેનની અડફેટે આવી આવી જતા તેણીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટના બાબતે રેલવે પોલીસે મરનાર અજાણી મહિલાના મૃતદેહનો કબ્જો લઈ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બારડોલીના રેલવે સ્ટેશન ખાતે ટ્રેન અડફેટે મૃત પામેલ મહિલાની ઉંમર આશરે 40 વર્ષની છે. જે મહિલા શરીરે મધ્યમ બાંધાની રંગે ગૌવર્ણ , ઊંચાઈ આશરે 5 ફૂટ 4 ઇંચની છે. જે મહિલાના જમણા હાથની કલાઈમાં પુંજ્યા રૂપસિંઘ પલવટ સુષમા નામનું છૂંદણું કરાવ્યું છે. મહિલાએ શરીરે કાળા કલરની કુર્તી તથા પાયજામો પહેર્યો છે.

પીપોદરા જીઆઈડીસીમાં ખેતરની પાણીની નીકમાંથી લાશ મળી
હથોડા: પીપોદરા જીઆઇડીસી ખાતે ખેતર નજીક ખોબલા જેવી પાણીની નીકમાંથી 35 વર્ષના કોઈ અજાણ્યા પરપ્રાંતિય યુવાનની લાશ મળી આવી હતી. પાલોદ પોલીસ ચોકીના નવા પીએસઆઇ રાઠવાએ લાશનો કબજો લઈ મર્ડર છે કે આકસ્મિક મોત એ બાબતે પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી છે.

પીપોદરા જીઆઈડીસીમાં ખેતરની પાણીની નીકમાંથી લાશ મળી
હથોડા: પીપોદરા જીઆઇડીસી ખાતે ખેતર નજીક ખોબલા જેવી પાણીની નીકમાંથી 35 વર્ષના કોઈ અજાણ્યા પરપ્રાંતિય યુવાનની લાશ મળી આવી હતી. પાલોદ પોલીસ ચોકીના નવા પીએસઆઇ રાઠવાએ લાશનો કબજો લઈ મર્ડર છે કે આકસ્મિક મોત એ બાબતે પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી છે.

સોનગઢમાં અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં આધેડનું મોત
વ્યારા: સોનગઢ જે.કે.પેપર મિલનાં ગેટ પાસે ને.હા.નં.૫૩ના પુલીયા નીચે રોડ પર તા.૧૮/૦૯/૨૦૨૨ની મધ્યરાત્રીએ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક અજાણ્યા વાહનચાલકે ગફલતભરી રીતે હંકારી સુરતનાં માંગરોળના ડુંગરી ફળિયામાં વડગામે રહેતા રવજી ઉબડા ચૌધરીને અડફેટે લેતાં તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. રવજી ચૌધરીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

Most Popular

To Top