Sports

શ્રીલંકાને પિન્ક ટેસ્ટમાં હરાવતાની સાથે જ ટીમ ઈન્ડિયાએ 90 વર્ષમાં પહેલીવાર આ રેકોર્ડ બનાવ્યો

બેંગલુરુ: પિંક બોલ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતે શ્રીલંકાને 238 રને હરાવી ઈતિહાસ રચી દીધો છે. 90 વર્ષના ક્રિકેટના ઈતિહાસમાં ભારતીય ટીમે પહેલાવીર સતત બે ટીમને અલગ અલગ સિરીઝમાં ક્લીન સ્વીપ આપી છે. આજે બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે રવિચંદ્રન અશ્વિન અને જસપ્રીત બુમરાહના આક્રમણ સામે શ્રીલંકન બેટ્સમેનો ટકી શક્યા નહોતા. શ્રીલંકાના કેપ્ટન કરૂણારત્નને સદી પણ ટીમને હારથી બચાવી શકી નહોતી. અશ્વિનની 4 અને બુમરાહની 3 વિકેટને પગલે ભારતે પિન્ક ટેસ્ટમાં ઐતિહાસિક જીત મેળવી હતી. આ સાથે જ બે ટેસ્ટ મેચની ઘરેલું સિરીઝમાં ભારતે હરીફ ટીમને 2-0થી હરાવી ક્લીન સ્વીપ આપી છે.

90 વર્ષમાં પહેલીવાર ટીમ ઈન્ડિયા એ આ ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડ મોટી મોટી ટીમો બનાવી શકી નથી. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે બેંગલુરુમાં ડે નાઈટ પિન્ક ટેસ્ટ મેચ જીતી છે. તે સાથે જ ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે ટી-20 સિરીઝમાં 3-0થી અને ટેસ્ટ સિરીઝમાં 2-0થી હરીફ ટીમને ક્લીન સ્વીપ આપી છે. 90 વર્ષમાં પ્રથમ વખત આ રેકોર્ડ નોંધાયો છે, જ્યારે કોઈ ટીમે બે હરીફ ટીમને સતત બે સિરીઝમાં ક્લીન સ્વીપ આપી હોય. ટીમ ઈન્ડિયા તેના 90 વર્ષના ક્રિકેટ ઈતિહાસમાં સતત બે કે તેથી વધુ ફોર્મેટની સિરીઝમાં ક્યારેય બે ટીમો સામે ક્લીન સ્વીપ કરવામાં અત્યાર સુધી સફળ રહી નહોતી, પરંતુ આજે ઈતિહાસ બદલાઈ ગયો છે. ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-20 શ્રેણીમાં 3-0થી અને વન-ડે શ્રેણીમાં 3-0થી જીત મેળવી હતી અને ત્યાર બાદ શ્રીલંકા સામે ટી-20 સિરીઝમાં 3-0થી અને ટેસ્ટ સિરીઝ 2-0થી ક્લીન સ્વીપ સાથે જીતી લીધી છે.

Most Popular

To Top