National

IMAની માંગ: રામદેવ વિરૂદ્ધ દેશદ્રોહનો કેસ કરવામાં આવે, બાબાએ કહ્યું, કોઈનો બાપ પણ મને એરેસ્ટ નહીં કરી શકે..

બાબા રામદેવ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વચ્ચે હાલ એલોપથી દવાઓના નિવેદન બાબતે વિવાદ ચાલુ છે. ત્યારે આઈએમએ (IMA) એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને (PM Modi) એક પત્ર લખ્યો છે. આમાં એસોસિએશને કહ્યું છે કે પતંજલિના માલિક રામદેવની રસીકરણ અંગે ખોટી માહિતી આપવાનું કામ બંધ કરવામાં આવે. તેમણે યોગ ગુરુ સામે દેશદ્રોહનો કેસ કરવાની માંગ કરી છે.

બાબા રામદેવને ઉત્તરાખંડમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા એક હજાર કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ મોકલવામાં આવી છે. આ દરમિયાન રામદેવના સાથી આચાર્ય બાલકૃષ્ણે વિવાદને એક નવી દિશા આપી છે. તેમણે કહ્યું છે કે કેટલાક લોકો યોગ અને આયુર્વેદને બદનામ કરવા માંગે છે. સમગ્ર દેશને ક્રિશ્ચિયન બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ કેસમાં બાબા રામદેવે હવે બીજુ મોટું નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે કોઈનો બાપ પણ તેમની ધરપકડ નહીં કરી શકે. જ્યારથી બાબા રામદેવે એલોપેથને સ્ટુપિડ વિજ્ઞાન ગણાવ્યું છે ત્યારથી તેઓ ડોકટરોના નિશાના પર આવ્યા છે. કેટલાક તેમની ધરપકડ માટે હાકલ કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેઓના નિવેદનને કોરોના યોદ્ધા ડોક્ટરોનું અપમાન ગણાવી રહ્યા છે.

આચાર્ય બાલકૃષ્ણએ લખ્યું છે કે, આખા દેશને ખ્રિસ્તી ધર્મમાં ફેરવવાના કાવતરાના ભાગ રૂપે, યોગદેવ અને આયુર્વેદને અને રામદેવજીને નિશાન બનાવીને બદનામ કરવામાં આવી રહ્યા છે. દેશવાસીઓ, જો તમે ગાઢ ઊંઘમાથી નહીં જાગો તો તમને તમારી આવનારી પેઢીઓ માફ નહીં કરે. આચાર્ય બાલકૃષ્ણએ સોશિયલ મીડિયા પર આઈએમએ પ્રમુખ ડો.જયલાલનું એક કથિત નિવેદન પોસ્ટ કર્યું હતું. તે જણાવે છે કે જયલાલ હોસ્પિટલો અને શાળાઓમાં ખ્રિસ્તી ધર્મને પ્રોત્સાહન આપવાની વાત કરે છે.

યોગ ગુરુ બાબા રામદેવે એલોપેથીને સ્ટુપિડ સાયન્સ ગણાવ્યો હતો ત્યારથી તેઓ ડોક્ટરોના નિશાના પર છે. કેટલાક તેની ધરપકડ માટે હાકલ કરી રહ્યા છે, જ્યારે અન્ય લોકો તેને કોરોનાના યોદ્ધા ડોક્ટરોનું અપમાન ગણાવી રહ્યા છે.આ કેસમાં બાબા રામદેવે હવે બીજુ મોટું નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે કોઈનો બાપ પણ રામદેવની ધરપકડ કરી શકતો નથી. સોશિયલ મીડિયા પર આ વિવાદને કારણે બુધવારે ‘અરેસ્ટ બાબા રામદેવ’ ટ્રેન્ડ ચાલી રહ્યો હતો. જેના જવાબમાં રામદેવે ટિપ્પણી કરી હતી.

આ દરમિયાન, તેમણે આઈએમએ પર કટાક્ષ કરતાં કહ્યું કે લોકો ખોટી વાતો ફેલાવી રહ્યા છે. ક્યારેક ‘ક્વીક અરેસ્ટ સ્વામિ રામદેવ” તો ક્યારેક કઈ બીજું કઈક ચાલી રહ્યું છે. ક્યારેક ઠગ રામદેવ તો ક્યારેક મહાઠગ રામદેવ’. ટીકા કરતા બાબા રામદેવે કહ્યું કે તેમના નામનો ટ્રેન ચાલુ થઈ ગયો છે અને લોકોને પણ આદત થઈ ગઈ છે.

હર્ષ વર્ધને બાબાને પત્ર લખ્યો
આ દરમિયાન રામદેવે તાળીઓ પાડી અને હસીને કહ્યું કે તમે હંમેશા ટ્રેન્ડમાં ટોચ પર પહોંચશો, તે માટે અભિનંદન.બાબા રામદેવની એલોપથી અને એલોપેથી ડોકટરોની ટીપ્પણીથી જે તોફાન ઉભું થયું છે તે શાંત થતું નથી. એટલું જ નહીં, રામદેવે એ પણ પૂછ્યું કે જો એલોપથી સર્વગુણ સંપન્ન અને સર્વ શક્તિશાળી છે, તો એલોપથી ડોકટરોએ બીમાર થવું જ ના જોઈએ. આના પર કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન દ્વારા બાબા રામદેવને એક પત્ર લખી કડક સંદેશ લખ્યો હતો, જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે તેમની ટિપ્પણી એલોપેથીક ડોકટરોનું મનોબળ તોડશે.

Most Popular

To Top