સાયકલ પરથી પડ્યા પછી બાબા રામદેવ આ યોગાસાન કરતા કરતા નીચે પડી ગયા!

નવી દિલ્હી (New Delhi):યોગગુરૂ બાબા રામદેવ (Yog guru Baba Ramdev) યોગાની કરતબોથી ક્યારેક લોકોને આશ્ચર્યચકિત કરી દે છે, તો ક્યારેક યોગા સ્ટન્ટ કરીને ચર્ચાનો વિષય બની જાય છે. જે હોય તે પણ એક વાત માનવી પડે એ ક્યારેય નિરાશ થતા નથી અને ક્યારેય કરતબો કરતા પીછેહઠ પણ કરતા નથી. 54 વર્ષીય બાબા રામદેવ 2002થી પોતાની યોગ ચેનલ ચલાવે છે. અને લોકોને યાગા અને પ્રાણાયમ શીખવાડે છે. વર્ષોથી ભગવા ધોતિયુ અને ભગવા ખેસ, માથે ચોટલી અને લાંબી વાળા બાબા રામદેવ યોગ અને આર્યુવેદના (Ayurved) દ્રઢ પ્રચારક છે.

Bend it like Baba! Ramdev shows off his football skills - Bend it like Baba  | The Economic Times

કોરોના ફાટી નીકળ્યા પછી પતંજલિ (Patanjali) ની કોરોનાની રોગપ્રતિરક્ષક દવાઓ અને કાઢાઓને લઇને પણ તેઓ વિવાદમાં આવ્યા હતા. પણ આખરે તેમની દવાઓ અને કાઢ પરના પ્રતિબંધ હટી ગયા હતા. જણાવી દઇએ કોરોનાના સમયમાં બાબા રામદેવના પતંજલિના કાઢાઓ મોટા પ્રમાણમાં ખરીદાયા છે.

Dark tidings for the baba | Daily Mail Online

બાબા રામદેવની પતંજલિ કંપનીએ આયુર્વેદ (Ayurved)માં કોરોનાનો ઉપચાર મળી ગયો હોવાનો દાવો કરીને 23 જૂને પતંજલિની કોરોનિલ દવા અને ઇન્હેલર (Inhaler)ના પ્રચારની શરૂઆત કરી હતી. જો કે આ પ્રચારના 5 કલાક પછી જ કેન્દ્ર (Center)એ કહ્યુ હતુ કે પતંજલિના આ દાવાની હકીકત અને વૈજ્ઞાનિક તથ્યો (Scientific reasons) જાણી શકાયા નથી. કેન્દ્રએ કહ્યુ કે પતંજલિએ આ દવા વિશે અમને માહિતી આપવી જોઈએ અને અમારી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેનો પ્રચાર અને જાહેરાત ન કરે.

સાયકલ પરથી પડ્યા પછી બાબા રામદેવ આ યોગાસાન કરતા કરતા નીચે પડી ગયા!

બાબા રામદેવની કંપની પતંજલિએ આ વર્ષે IPLમાં સપોનસર બનવાની ઇચ્છા વ્યકત કરી હતી. પણ આજકાલમાં બાબા રામદેવ જે મુદ્દે પાછા ચર્ચામાં આવ્યા છે એ મુદ્દો જુદો છે. હકીકતમાં બાબા રામદેવનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ યોગ કરતા સમયે હાથી પરથી પડી જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રામદેવ હાથી પર યોગ કરી રહ્યા છે અને થોડી જ વારમાં હાથી ચાલવા લાગે છે. જેને લીધે રામદેવનું બેલેન્સ બગડી જાય છે અને તેને પડી જાય છે.

જો કે બાબા રામદેવ પોતે પડ્યા પછી પોતાના સાથીઓ સાથે હસવા લાગે છે. તેમને ગંભીર ઇજા થઇ નથી. પણ ટ્વિટર પર લોકોએ આ વિડીયો પર ટિપ્પણી કરવાની એકેય તક છોડી નથી .. કોઇએ લખ્યુ હજી કેટલા પડશો? (ઔર કિતના ગિરોગે?), કોઇએ લખ્યુ – હાથી પણ સમજી ગયો હશે કે તેનો ખોટી રીતે ઉપયોગ કરાઇ રહ્યો છે, એટલે જ પોતની ઉપર બેઠેલા સવારને પાડી દીધા. આ પહેલા બાબા રામદેવ સાયકલ પરથી પડ્યા હતા ત્યારે પમ લોકોએ ખૂબ મજા લીધી હતી.

Related Posts