Home Articles posted by Samkit Shah (Page 19)
બહુ ચર્ચાસ્પદ પ્રશાંતભૂષણના અદાલતના તિરસ્કારના કેસમાં સુપ્રિમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તેના કારણે વિવાદ ચાલુ જ રહેવાનો છે. કોન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એક્ટની કલમ ૧૨ મુજબ જો કોઈ વ્યક્તિએ અદાલતનો તિરસ્કાર કર્યો હોય તો કોર્ટ તેને ૬ મહિના સુધીની જેલની સજા કરી શકે અને/અથવા ૨,૦૦૦ રૂપિયા સુધીનો દંડ કરી શકે. સુપ્રિમ કોર્ટે જો […]
ગયા સપ્તાહે કોંગ્રસ નામના પક્ષમાં વાવાઝોડું આવ્યું અને પસાર પણ થઈ ગયું તેને કારણે બે વાતો સાબિત થઈ ગઈ. પહેલી વાત એ કે કોંગ્રેસની અંદર ગાંધીપરિવારના એકહથ્થુ શાસન સામે અસંતોષ ધૂંધવાઈ રહ્યો છે. બીજી હકીકત બહાર આવી કે તેઓ એટલા શક્તિશાળી નથી કે તેઓ ગાંધીપરિવારની પક્કડમાંથી કોંગ્રેસને મુક્તિ અપાવી શકે. બળવાખોરોનો બળવો નિષ્ફળ ગયો તેનું […]
આજના વિદ્યાર્થીઓને ભણવામાં જેટલો રસ છે, તેના કરતાં વધુ રસ ડિગ્રી મેળવવામાં છે. જો કોઈ વિદ્યાર્થીને ભણ્યા વગર જ ડિગ્રી મળી જતી હોય તો તે તેવી ડિગ્રી લેવા કાયમ તૈયાર હોય છે. આ કારણે જ માર્કેટમાં બોગસ ડિગ્રી સર્ટિફિકેટો વેચાય છે, જેને ખરીદવા કેટલાક વિદ્યાર્થીઓ લાખો રૂપિયા ખર્ચવા તૈયાર થઈ જતાં હોય છે. વિદ્યાર્થીઓ ડિગ્રી […]
વાચકોને યાદ હશે કે બોલિવૂડનો કલાકાર સંજય દત્ત તેની યુવાનીના દિવસોમાં નશાકારક પદાર્થોના રવાડે ચડી ગયો હતો, જેમાંથી મુક્તિ મેળવવા તેને રિહેબ સેન્ટરમાં મોકલવામાં આવ્યો હતો. બોલિવૂડની પાર્ટીઓમાં દારૂ ઉપરાંત ડ્રગ્સની પણ રેલમછેલ હોય છે તે જાણીતી બાબત છે. પોલીસે ભૂતકાળમાં જેમની ધરપકડ કરી હતી તેવા કેટલાક ડ્રગ પેડલરોએ પણ કબૂલ કર્યું હતું કે તેઓ […]
કોંગ્રેસમાં ગાંધીપરિવારની નબળી નેતાગીરી સામે જબરદસ્ત બળવો થયો છે. કોંગ્રેસ પક્ષના ૨૩ ધુરંધર નેતાઓ દ્વારા કોંગ્રેસ કારોબારીને ઉદ્દેશીને લખવામાં આવેલો વિસ્ફોટક પત્ર મીડિયામાં લિક કરી દેવામાં આવ્યો છે. ઇ.સ. ૧૯૯૯ પછી પહેલી વખત શ્રીમતી સોનિયા ગાંધીના નેતૃત્વ સામે વ્યાપક પડકાર ઊભો થયો છે. આ બળવાની આગેવાની ગુલામ નબી આઝાદે લીધી હોવાનું જણાય છે. નબી હવે […]
જગતમાં એક પછી એક કુદરતી અને માનવસર્જિત આફતો આવી રહી છે. કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે પરેશાન કેલિફોર્નિયાના લાખો નાગરિકો મોટી કુદરતી આપત્તિનો સામનો કરી રહ્યા છે. ભારતના લોકો તો તેની કલ્પના પણ નહીં કરી શકે. આ દુર્ઘટનામાં આકાશમાંથી વીજળી ત્રાટકે છે, જેને કારણે સૂકાં જંગલો ભડ ભડ કરતાં સળગવા લાગે છે. આગ જોતજોતામાં આખાં […]
જૈન ધર્મના સંવત્સરી મહાપર્વની ઉજવણી વિશ્વની બધી પ્રજાએ કરવા જેવી છે. આ દિવસે કદાચ તેઓ જૈનોની જેમ કટાસણું પાથરીને વિધિપૂર્વક પ્રતિક્રમણ ન કરી શકે તો પણ મનમાં ક્ષમાપનાના ભાવો લાવી હળવાંફૂલ બની શકે છે. ક્ષમાપનાનું એક ઊંડું મનોવિજ્ઞાન છે. જો ક્ષમાપનાની સાધના પ્રત્યેક માણસ કરવા લાગે તો આજના મોટા ભાગના માનસિક રોગો દૂર થઇ જાય […]
સુપ્રિમ કોર્ટે સુશાંતસિંહ રાજપૂતનો કેસ સીબીઆઈને સોંપ્યો તેને કારણે મહારાષ્ટ્રમાં મોટું રાજકીય તોફાન આવે તેવી સંભાવના છે. મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલિસ આ કેસ સીબીઆઈને સોંપવાનો સતત વિરોધ કરતી હતી તેનું મુખ્ય કારણ એ હતું કે આ પ્રકરણમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પનોતા પુત્ર આદિત્ય ઠાકરેની ભૂમિકા સંદેહાત્મક છે. જે રાતે સુશાંતની ભૂતપૂર્વ મેનેજર દિશા […]
આજની બેન્કિંગ સિસ્ટમ પેપર કરન્સી પર ટકેલી છે. સેન્ટ્રલ બેન્ક દ્વારા જથ્થાબંધ ચલણી નોટો છાપવામાં આવે છે અને સરકારને આપવામાં આવે છે. સરકાર તેનો ઉપયોગ ખર્ચા કરવા માટે કરે છે, જેને કારણે ફુગાવો વધે છે. જો સરકાર કોઈ પણ જાતની મર્યાદા વિના ચલણી નોટો બજારમાં ઠાલવ્યા કરે તો ચલણી નોટોનું અવમૂલ્યન થાય છે અને સોનાના […]
મોટા માણસોની મોટી વાતો હોય છે. રિલાયન્સના શેરોમાં ચાલી રહેલા ઉછાળાને કારણે મુકેશ અંબાણી દુનિયાના ચોથા નંબરના ધનિક બની ગયા છે. છેલ્લા ત્રણ મહિનામાં મુકેશ અંબાણીએ જિયોનો લગભગ ૨૫ ટકા હિસ્સો વિદેશી કંપનીઓને વેચીને આશરે ૧.૫૦ લાખ કરોડ રૂપિયા ઊભા કરી લીધા છે. મુકેશ અંબાણીની રિલાયન્સ કંપની હવે દેવાંમુક્ત બની ગઈ છે; પણ હજુ તેઓ […]