માતા-પિતા આજીજી કરતા રહ્યા પણ કંટાળેલી આયેશા ન જ માની અને આખરે નદીમાં ઝંપલાવ્યુ

અમદાવાદ (Ahmedabad): ગુજરાતના અમદાવાદ (Ahmedabad River front) શહેરમાં પરિણીતાએ સાબરમતીમાં પડતુ મૂકીને આત્મહત્યા કરી છે. અને આ યુવતીએ એક વિડીયો બનાવ્યો છે. જે વિડીયો વાયરલ થયો છે. આયેશાએ વીડિયોમાં કહ્યુ છે કે, ‘ હેલો, અસલામોઅલયકુમ, મારું નામ આયેશા આરીફ ખાન છે … અને હું જે કંઇ કરવા જઇ રહી છું, મારી ઇચ્છા પ્રમાણે કરી રહી છું. આમાં કોઈ દબાણ નથી, હવે શું કહેવું? સમજો કે ભગવાન દ્વારા આપવામાં આવેલું જીવન પૂરતું હતુ અને મને આટલું જીવન સૂકૂન ભરેલું લાગ્યું. અને પપ્પા, તમે ક્યાં સુધી લડશો? કેસ પાછો ખેંચો. આયેશાને લડાઇ માટે બનાવવામાં આવી નથી. અને જો તે આરીફને પ્રેમ કરે છે, તો તે તેને ત્રાસ આપશે નહીં. જો તેને સ્વતંત્રતા જોઈએ છે, તો તેણે મુક્ત થવું જોઈએ.’.

ઘટના પહેલા આયેશાએ તેના માતા પિતા સાથે વાત કરી હતી. આ ફોન કોલનો ઑડિયો વાયરલ થયો છે. આયેશાએ માતા-પિતાને એ કહેવા ફોન કર્યો હતો કે તે આત્મહત્યા કરવા જઇ રહી છે. તેના માતા-પિતાએ ખૂબ આજીજી કરી તેને સમજાવવા ખૂબ પ્રયાસો કર્ય છતાં તે ન માની. તેના માતા-પિતાએ તેને બધું સારૂ થઇ જશે એવી બાંહેધરી આપી પણ તેણે કહ્યુ હવે ખૂબ મોડું થઇ ગયુ છે. ઑડિયો સાંભળ્યા પછી એ સ્પષ્ટપણે સમજાય છે કે આયેશાને તેના માતા પિતા ખૂબ પ્રેમ કરતા હતા અને તેઓ આયેશાએ આવુ કહેતા ખૂબ ઘબરાઇ પણ ગયા હતા. આ ઑડિયો સાંભળ્યા પછી ખરેખર તેના મા-બાપ પર દયા આવે છે, કારણ જેમણે પોતાની વ્હાલસોયી દીકરીને મોટી કરી હોય એ ભલે પરણીને બીજા ઘરે જાય પણ મા-બાપના માટે તો એ કાયમ એમના જીવનો ટૂકડો જ રહે છે.

આયેશાના પિતા તેને વારંવાર પૂછે કે તે કયા સ્થળે છે?

આયેશાના પિતા તેને વારંવાર પૂછે કે તે કયા સ્થળે છે? આયેશાની માતા તેને કુરાનની કસમ આપી. પિતાએ કહ્યુ કે તારૂં નામ કેટલું સરસ છે, તું આવું કરે એ ન શોભે (આયેશા મહોમ્મ્દ પયગમ્બરના પત્નીનું નામ છે, જેમનું તેમના ધર્મમાં પવિત્ર સ્થાન છે.). આયેશાએ કહ્યુ કે, ‘મારે મરી જવું છું. હું થાકી ગઈ છું. એને આઝાદી જોઈએ છે તો આઝાદી આપી દઉં છું. મને કહે છે તું મરવા જાય છે તો વીડિયો બનાવીને મોકલી દેજે. મેં તેને વીડિયો મોકલી દીધો છે.’.

જાણવા મળ્યુ છે કે આયેશા અમદાવાદમાં મોટી થઇ છે. માહિતી મળી છે કે તેના લગ્ન રાજસ્થાનના ઝાલોરમાં થયા હતા, પણ સાસરા પક્ષ તરફથી દહેજ માટે ખૂબ દબાણ અપાઇ રહ્યુ હતુ. આયેશાના પિતાએ આ ઘટના બાગ આયેશાના પતિ વિરુદ્ધ ફરિયાદ કરી છે. તેમણે કહ્યુ હતુ કે 2018માં આયેશાના લગ્ન કરાવ્યા પછી 2019માં જ આયેશા પિયર આવી હતી, જો કે સમાધાન કરીને તેને પાછી મોકલી હતી. આયેશાના પિતાએ ખુલાસો કર્યો કે આયેશાના પરિવારે તેમની પાસે દોઢ લાખ રૂપિયાની માંગ કરી હતી. વ્યવસાયે દરજી લિયાકત ખાને પોતાની લાયકાત ન હોવા છતાં જેમ તેમ દોઢ લાખની વ્યવસ્થા કરી આયેશાના સાસરીવાળાઓને આપ્યા હતા. છતાં ત્રાસ ઘટ્યો નહોતો. આયેશાના પિતાએ જ ખુલાસો કર્યો હતો કે દોઢ લાખ આપ્યા પછી પણ આરીફ અને તેના પરિવારનો લોભ ઘટ્યો નહોતો. થોડા મહિના પહેલા તે ફરી આયેશાને અમદાવાદ છોડી ગયો હતો. આરીફ ફોન પર આયેશા સાથે વાત પણ કરતો નહોતો. એક દિવસ જ્યારે આયેશાએ ગુસ્સે થઇને આત્મહત્યા કરવાની ધમકી આપી તો જવાબમાં તેના પતિએ કહ્યુ હતુ કે, ‘જો તારે મરવું હોય તો મરી જા.’.

Related Posts