નવી દિલ્હી: ક્રિકેટર કેએલ રાહુલ (KL Rahul) અને સુનિલ શેટ્ટીની (Sunil Shetty) દીકરી આથિયા શેટ્ટી (Athiya Shetty) ઘણા સમયથી રિલેશનશીપમાં (Relational Ship) છે. આ સાથે જ તેઓના લગ્નની (Marriage) ચર્ચાઓ પણ થઈ રહી છે. અથિયા અને કેએલ રાહુલ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આ વાત બીજા કોઈએ નહીં પણ ખુદ આથિયા શેટ્ટીના પિતા સુનીલ શેટ્ટીએ કહી છે. તો ચાલો જાણીએ કે આથિયા અને કેએલ રાહુલ ક્યારે લગ્ન કરી રહ્યા છે.
આ દિવસોમાં સુનીલ શેટ્ટી તેની આગામી સિરીઝ ધારાવી બેંકને લઈને ચર્ચામાં છે. એક ઈન્ટરવ્યુમાં સુનીલ શેટ્ટીએ દીકરી આથિયા અને કેએલ રાહુલના લગ્ન વિશે વાત કરી હતી. જ્યારે સુનીલ શેટ્ટીને પૂછવામાં આવ્યું કે કેએલ રાહુલ અને આથિયાના લગ્ન ક્યારે થશે, તો તેણે જવાબ આપ્યો કે ‘ટૂંક સમયમાં’. એટલે કે, સુનીલ શેટ્ટીએ પુષ્ટિ કરી છે કે લવ બર્ડ કેએલ રાહુલ અને આથિયાના લગ્નમાં વધુ વિલંબ થશે નહીં.
આ પહેલીવાર નથી જ્યારે સુનીલ શેટ્ટીએ આથિયા અને કેએલ રાહુલના લગ્નને મંજૂરી આપી હોય. વર્ષની શરૂઆતમાં તેણે બંનેના લગ્ન અંગે પ્રતિક્રિયા આપી હતી. જ્યારે સુનીલ શેટ્ટીને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે આથિયા અને કેએલ રાહુલ નક્કી કરે ત્યારે. એશિયા કપ, વર્લ્ડ કપ, સાઉથ આફ્રિકા ટુર, ઓસ્ટ્રેલિયા ટૂર, લગ્ન ત્યારે જ થવા જોઈએ જ્યારે તેઓને ફ્રી ટાઈમ મળે. લગ્ન એક દિવસમાં થઈ શકતા નથી. તેઓ બ્રેક લેશે ત્યારે જ લગ્ન થશે.
2021માં રિલેશનશીપ ઓફિસયલ લોકોની સામે આવ્યા હતા
આથિયા શેટ્ટી અને કેએલ રાહુલે 2021 માં ટડપની સ્ક્રીનીંગ દરમિયાન તેમના સંબંધોને સત્તાવાર બનાવ્યા હતા. અથિયાએ ભાઈ અહાન શેટ્ટીની ડેબ્યૂ ફિલ્મ ‘ટડપ’ના પ્રીમિયરમાં કેએલ રાહુલ સાથે એન્ટ્રી લીધી હતી. પ્રીમિયરમાં બંનેને સાથે જોઈને ખબર પડી કે બંને રિલેશનમાં છે. આ પછી ઘણી વખત કપલના લગ્નના સમાચાર આવવા લાગ્યા. અથિયા શેટ્ટીના વર્કફ્રન્ટ વિશે વાત કરતી વખતે, તે હવે યુટ્યુબ વ્લોગર બની ગઈ છે. અથિયા યુટ્યુબ પર વ્લોગ દ્વારા ચાહકો સાથે જોડાણ જાળવી રહી છે. સાથે જ સુનીલ શેટ્ટીએ પણ કહ્યું છે કે બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે.