SURAT

‘પતિના લફરાના પુરાવા આપવાનું કહી’ પરિણીતા સાથે ગંદુ કામ કર્યું અને વીડિયો…

સુરત : સુરતના(Surat) કતારગામ (Katargam) વિસ્તારમાં શરમજનક ઘટના બની છે. અહીં એક વાસનાભૂખ્યાએ માસૂમ પરિણીતાનો સુખી સંસાર છિન્નભિન્ન કરી નાંખ્યો છે. તેના પતિના પરસ્ત્રી સાથેના સંબંધ હોવાની ખોટી વાતો ઉપજાવી કાઢી પુરાવા આપવાના બહાને ગોડાઉનમાં લઈ જઈ હવસખોરે પોતાની વાસના સંતોષી હતી. આટલેથી નહીં અટકતા વીડિયો (Video) ઉતારી દઈ તે સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ કરી દેવાની ધમકી આપી પોતાના મિત્ર પાસે પણ મોકલી હતી. કતારગામમાં પતિના અન્ય સ્ત્રી સાથેના આડાસંબંધોના પુરાવા આપવાનું કહીને મહિલા પર બળાત્કાર (Rape) ગુજારનાર યુવકની કતારગામ પોલીસે ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મુળ અમરેલીમાં રાજુલા તાલુકાના ડુંગર ગામના વતની અને સુરતમાં કતારગામ રૂક્ષમણી સોસાયટી પાસે રહેતા પ્રકાશ ઉર્ફે પકો હિરજીભાઇ વોરા (ઉ.વ.48)એ તેના મિત્રની પત્નીને ફસાવી હતી. પ્રકાશ વોરાએ મહિલાને તેના પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધોના પુરાવા આપવાનું કહીને મહિલાને સૌપ્રથમ પીપલોદના ફાર્મ હાઉસ ઉપર બળાત્કાર ગુજારાયો હતો.

બાદમાં પ્રકાશે મહિલાને ઇચ્છાપોરના ફ્લેટમાં લઇ જઇને ત્યાં કેફીપીણુ પીવડાવી બળાત્કાર કર્યો હતો, રેપનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેવાની ધમકી આપીને પ્રકાશે મહિલાને ગર્ભ રાખવાની સાથે પુત્ર રાખવા પણ કહ્યું હતું. આખરે આ પ્રકાશે કતારગામમાં પોતાના મિત્રના ગોડાઉને લઇ જઇને મહિલા સાથે રેપ કરીને પોતાના મિત્રએ પણ મહિલાને પીંખી નાંખી હતી. ચકચારીત ગેંગરેપના આ કેસમાં પોલીસે પ્રકાશ વોરાને પકડી પાડ્યો હતો, જ્યારે તેના મિત્ર રમેશને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

Most Popular

To Top