Gujarat

ગાંધીનગરમાં એશિયન વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનો ધમાકેદાર પ્રારંભ, ભારતની કોમલ કોહરે જીત્યા બે બ્રોન્ઝ

ગાંધીનગર

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજથી શરૂ થયેલી ‘એશિયન વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬’ના પ્રથમ દિવસે જ આંતરરાષ્ટ્રીય સ્તરની રોમાંચક સ્પર્ધાઓ જોવા મળી હતી. તા. ૧૧થી ૧૭ મે સુધી યોજાનારી આ ચેમ્પિયનશિપમાં એશિયાના અનેક દેશોના દિગ્ગજ વેઈટલિફ્ટરો ભાગ લઈ રહ્યા છે.

પ્રથમ દિવસે ૪૮ કિલો મહિલા કેટેગરીની સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં ચાઈનીઝ તાઈપેઈના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ અને સિલ્વર મેડલ પર કબજો જમાવ્યો હતો. સ્નેચ વિભાગમાં વાન લિંગ ફેંગે ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે યી ચેન હુઆંગે ક્લીન એન્ડ જર્ક તેમજ કુલ પરિણામ (ટોટલ) કેટેગરીમાં સુવર્ણ પદક મેળવી પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું હતું.
યજમાન ભારત માટે પણ દિવસ ગૌરવપૂર્ણ રહ્યો હતો. ભારતની સ્ટાર વેઈટલિફ્ટર કોમલ કોહરે ક્લીન એન્ડ જર્ક વિભાગમાં ઉત્કૃષ્ટ દેખાવ સાથે કાંસ્ય પદક જીત્યો હતો. સાથે જ કુલ પરિણામ (ટોટલ) કેટેગરીમાં પણ ત્રીજું સ્થાન મેળવી ભારતની ઝોળીમાં બે બ્રોન્ઝ મેડલ ઉમેર્યા હતા.

૪૮ કિલો મહિલા વિભાગના પરિણામો

સ્નેચ વિભાગ

  • ગોલ્ડ : વાન લિંગ ફેંગ (ચાઈનીઝ તાઈપેઈ)
  • સિલ્વર : યી ચેન હુઆંગ (ચાઈનીઝ તાઈપેઈ)
  • બ્રોન્ઝ : રોઝ જીન રામોસ એમિસ (ફિલિપાઈન્સ)

ક્લીન એન્ડ જર્ક વિભાગ

  • ગોલ્ડ : યી ચેન હુઆંગ (ચાઈનીઝ તાઈપેઈ)
  • સિલ્વર : વાન લિંગ ફેંગ (ચાઈનીઝ તાઈપેઈ)
  • બ્રોન્ઝ : કોમલ કોહર (ભારત)

કુલ પરિણામ

  • ગોલ્ડ : યી ચેન હુઆંગ (ચાઈનીઝ તાઈપેઈ)
  • સિલ્વર : વાન લિંગ ફેંગ (ચાઈનીઝ તાઈપેઈ)
  • બ્રોન્ઝ : કોમલ કોહર (ભારત)

આગામી દિવસોમાં વિવિધ વજન કેટેગરીમાં એશિયાના ટોચના ખેલાડીઓ વચ્ચે વધુ રોમાંચક મુકાબલા જોવા મળશે.

Most Popular

To Top