મોડાસા નજીકથી 16 કિલો ચરસના જથ્થા સાથે એક કાશ્મીરી યુવકની ધરપકડ

ગાંધીનગર: ઉત્તર ગુજરાત (North Gujarat) ના હિંમતનગર નજીક આવેલા મોડાસા (Modasa) પાસેથી નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરો (Bureau of Narcotics Control) (એનસીબી)ની ટીમે દિલ્હી પાર્સિંગની કારમાંથી 16 કિલો ચરસનો જથ્થો, અંદાજિત કિંમત દોઢ કરોડની સાથે એક કાશ્મીરી યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. એનસીબીના ટોચના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ચોક્કસ બાતમીના આધારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ઈન્ટેલિજન્સ અધિકારીઓની ટીમે મોડાસા નજીક વોચ ગોઠવી હતી, તે દરમિયાન દિલ્હી પાર્સિંગની એક કાર શંકાસ્પદ જણાતા તેને અટકાવી હતી. કારમાં તપાસ કરતા કારમાંથી 16 કિલો ચરસનો જથ્થો મળી આવ્યો હતો. આ ચરસનો જથ્થો કાશ્મીરથી લાવવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. એનસીબીની ટીમે એક કાશ્મીરી યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts