કોવિડ-૧૯ની રસી શોધવા માટે દુનિયાભરમાં ચાલી રહેલી દોડમાં અમેરિકાની મોડેર્ના બાયોટેક સૌથી આગળ

દુનિયામાં જેનો ફેલાવો ચાલુ રહ્યો છે તે કોવિડ-૧૯ની રસી શોધવા માટે વિશ્વભરના વૈજ્ઞાનિકો સખત કાર્ય કરી રહ્યા છે ત્યારે સહુની આંખો અમેરિકાની એક કંપની મોડેર્નાના શરૂઆતી પ્રોત્સાહક પરિણામો પર છે. રસી આવતા હજી મહિનાઓ લાગી શકે છે તેવી ચેતવણી આપતા નિષ્ણાતોએ જણાવ્યું હતું કે અમેરિકાની આ બાયોટેક કંપનીના પરિણામોએ તેને રસી માટેની દોડમાં જોડાયેલી ૧૧૮ કંપનીઓ/સંસ્થાઓમાં મોખરેના સ્થાને લાવીને મૂકી દીધી છે.

રસી માટેની દોડમાં ૧૧૮ ઉમેદવારો છે તેમાંથી આઠ ઉમેદવારોની રસી ક્લિનિકલ મૂલ્યાંકનના તબક્કમાં છે, જ્યારે ૧૧૦ પ્રિક્લિનિકલ તબક્કામાં છે. એમ હુનો લેટેસ્ટ ડ્રાફ્ટ લેન્ડસ્કેપ જણાવે છે. અમેરિકાના મોડેર્ના બાયોટેક કંપની દ્વારા જે રસી પર કામ ચાલી રહ્યું છે તેના ક્લિનિકલ પરીક્ષણો કરવામાં આવ્યા છે અને જે તંદુરસ્ત સ્વયંસેવકોના નાના જૂથ પર પરીક્ષણો કરવામાં આવ્યા છે તેમના પરિણામો પ્રોત્સાહક રહ્યા છે. મોડેર્નાની જ રસી એવી રસી છે જેણે અત્યાર સુધીમાં કોવિડ-૧૯ સામે ઇમ્યુનોલોજીક રિસ્પોન્સ દર્શાવ્યો છે એમ યુકે સ્થિત એક ડેટા વિશ્લેષણ કંપનીના એક અગ્રણી નિષ્ણાતે જણાવ્યું હતું. અભ્યાસ સૂચવે છે કે આ રસી સલામત છે અને તેના પરીક્ષણમાં ભાગ લેનાર તમામના શરીરમાં આ વાયરસ સામે એન્ટિબોડીઝ જન્મી હોવાનું જણાયું છે.

આ રસીની દોડમાં ભારતમાંથી આઠ ઉમેદવારો છે જેમાંથી ચાર કંપનીઓ છે જ્યારે અન્ય ચાર સંસ્થાઓ છે. જેની ઘણી ચર્ચા થઇ છે તે ઓકસફર્ડ યુનિવર્સિટીની રસી અંગે એક નિષ્ણાત જણાવ્યું હતું કે તેનું કાર્ય વખાણવાલાયક છે પરંતુ હજી તેને વધારાની સપોર્ટીવ માહિતી અને પ્રયોગોની જરૂર છે.

Related Posts