લોકડાઉનમાં વિદેશમાં ફસાયેલા સુરત-નવસારીના 245 નોકરિયાતને હેમખેમ પરત લવાયા

સુરત (surat) : 22 માર્ચે ‘જનતા કફર્યુ’ (Janta Cufew) જાહેર થયા પછી તરત જ ભારતમા લોકડાઉન જાહેર કરી દેવાયુ હતુ. અને લગભગ મેના પહેલા અઠવાડિયામાં દેશમાં આવતી તમામ ઇન્ટરનેશનલ ફલાઇટ્સ પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. ત્યારથી વિદેશમાં આવનારા-જતા તમામ લોકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા. ઘણા લાંબા સમય સુધી લોકો વિદેશ આવી-જઇ શકયા નહોતા. ભારતમાં 15 જુલાઇ સુધી ઇન્ટરનેશનલ ફલાઇટ્ઇસ સ્થગિત રહી હતી.

Passengers complain of flights being cancelled at Hyderabad Airpo

પણ સરકારે ‘વંદે માતરમ’ મિશન (Vande Matram Mission) અંતર્ગત વિદેશથી હજારો લોકોને ભારતમાં પાછા લાવવવામાં આવ્યા હતા. ગલ્ફ યુધ્ધ (Gulf War) પછી પહેલી વાર ભારતે ‘વંદે ભારત મિશન’ માટે વ્યાપારી જેટ, લશ્કરી વિમાન અને યુદ્ધ જહાજોનો એકસાથે વિદેશથી ભારતીયોને પાછા લાવવા માટે ઉપયોગ કર્યો હતો.

Coronavirus May 7 Highlights: 8 lakh apply to leave Haryana ...

7 મે ના રોજ 2,300 ભારતીયોને પરત લાવવા દસ ફ્લાઇટ્સ ચલાવવામાં આવી હતી.પછીના કેટલાક દિવસોમાં ભારતે યુએઈની 10 ફ્લાઇટસ, યુએસ અને યુકેની 7, સાઉદી અરેબિયાની 5 ફ્લાઇટ, સિંગાપોરની 5 ફ્લાઇટ્સ અને કતાર માટેની 2 ફ્લાઇટ્સ ચલાવી હતી.આ મિશનમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય, બાહ્ય બાબતોના મંત્રાલય અને રાજ્ય સરકારો વચ્ચે ગાઢ સંકલન હતુ અને સરકારના માર્ગદર્શિકા અનુસાર સલામતીની વિસ્તૃત અને વ્યવસ્થાત્મક વ્યવસ્થા શામેલ હતી.

Jharkhand First State To Airlift 60 Stranded Migrant Labourers ...

કોરોનાવાયરસના સંક્રમણે (Corona crisis) પગલે અચાનક કરી જાહેર કરી દેવામાં આવેલા લોકડાઉનને કારણે સુરત-નવસારીના વ્યાપાર અર્થે ગયેલા 245થી વધુ લોકો ખાડીના દેશોમાં ફસાયા હતા. ચોર્યાસી વિધાનસભાનાં ધારાસભ્ય ઝંખના પટેલની સુરત જિલ્લા કલેક્ટરને કરવામાં આવેલી રજૂઆત બાદ આ તમામ લોકોને હેમખેમ પરત લાવવામાં આવ્યા છે.

Six Indians in Wuhan stopped from boarding special flight to India ...

નોંધનીય છે કે, કોરાનાવાયરસને લીધે જાહેર કરવામાં આવેલા લોકડાઉનના પગલે પરિવહન વ્યવસ્થા બંધ હોવાથી સુરત-નવસારી જિલ્લાના અંદાજે 245 જેટલા નાગરિકો ખાડીના દેશોમાં ફસાઈ ગયા હતા. સુરત-નવસારી જિલ્લાના જુદા જુદા તાલુકાના કુલ 245 જેટલા નાગરિકો કતાર, યુએઈ, સાઉદી અરેબિયા, ઓમાન, બહેરીન (Qatar,UAE, Soudi Arabia, Oman,Bahrain) વગેરે સ્થળોએ ફસાયા હતા.

Air India brings back 324 Indians stranded in Wuhan

નોકરી-ધંધા માટે ખાડીના દેશોમાં વર્ક પરમિટ વિઝા (work permit visa) પર ગયેલા 245 નાગરિકો લોકડાઉન દરમિયાન આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ બંધ હોવાના પરત આવી શક્યા ન હતા. આ લોકોનાં વિઝા પૂરા થઈ ગયા બાદ તેઓ વિદેશમાં અટવાયા હતા. આ તમાંમને પરત વતન લાવવા માટે ચોર્યાસી વિધાનસભાનાં ધારાસભ્ય ઝંખનાબેન પટેલે તજવીજ હાથ ધરવાની માંગ સાથે સુરત જિલ્લા કલેક્ટર ડૉ.ધવલ પટેલને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. ધારાસભ્ય ઝંખના પટેલની રજૂઆતને પગલે આજે ખાડી દેશોમાં ફસાયેલા 243 નાગરિકો હેમખેમ પોતાના વતન આવી ગયા છે. વતન પરત આવેલ તમામ નાગરિકોએ ધારાસભ્ય ઝંખના પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related Posts