શું તમે ઝૂમ જેવી વિડીયો એપ્લિકેશનથી કંટાળ્યા છો? ટ્રાય ‘સે નમસ્તે’

એવા સમયે કે જ્યારે આપણે એકબીજાને મળી શકતા નથી અને આપણે સામાન્ય રીતે સંપર્કમાં રહેવા અને વાતચીત કરવા માટે કરેલા કામો કરી શકતા નથી, ત્યારે વોટ્સએપ, ફેસટાઇમ, સ્કાયપે, ગૂગલ હેંગઆઉટ, ગૂગલ ડ્યૂઓ, બ્લુ જિન્સ, માઇક્રોસોફ્ટ ટીમ્સ, ઝૂમ વગેરે એપ્લિકેશનો લોકોને પોતાના મિત્રો અને પરિવારજનો સાથે વાત કરવાનુ પ્લેટફોમૅ પૂરુ પાડે છે. લોકડાઉનના સમયમાં વિડિઓ કોલ્સ આપણામાંના મોટાભાગના લોકોનો મુખ્ય આધાર બની ગયા છે. તમે તેનો ઉપયોગ તમારા ઑફિસના કોલ્સ માટે અથવા ફક્ત મિત્રો અને પરિવાર સાથે ચેટ કરવા માટે કરી રહ્યા છો.

જો કે, જ્યારે કેટલીક એપ્લિકેશનો ફક્ત થોડા જ પાટિૅસિપન્ટસને વિડિઓ / વોઇસ ચેટમાં ભાગ લેવાની મંજૂરી આપે છે, તો અન્ય કેટલીક સુરક્ષા અને ગોપનીયતાના મુદ્દાઓ સાથે કામ કરી રહી છે. આ બધાની વચ્ચે એક સિકયોર એપની વધુ જરુર છે. જે આપણા દેશની હોય. ‘સે નમસ્તે’, જી હા આ એપ ભારતની છે. અને ઝૂમની જેમ જ કામ કરે છે. આવો આ એપ વિશે વધુ જાણીએ

મુંબઇ સ્થિત કંપની’ ઇંસ્ક્રિપ્ટ્સ’ દ્વારા બનાવવામાં આવેલ, ‘સે નમસ્તે’ થોડા દિવસો પહેલા જ આ એપ પ્રકાશમાં આવી હતી.જો કે તે પહેલા પાંચ લાખ વપરાશકર્તાઓ ઓલરેડી આ એપ વાપરી રહ્યા હતા. આ એપ દરરોજ આશરે એક લાખ વપરાશકર્તાઓ પોતાની યાદીમાં ઉમેરી રહ્યા છે.

‘સે નમસ્તે’ ભારત સરકારની ઑફિશિયલ વિડિઓ કોલિંગ એપ્લિકેશન નથી. સરકારે ટેક કંપનીઓને ઝૂમનો સુરક્ષિત વિકલ્પ વિકસાવવા માટે સૂચના કરી હતી અને વિજેતાને રૂ .1 કરોડની ઇનામ રકમ જાહેર કરી છે, ‘સે નમસ્તે’ તે સ્કીમમાં ભાગ લેશે. જો કે, એપ્લિકેશન તે માટેના બીટા પરીક્ષણના તબક્કામાં છે.

ઇન્સ્ક્રિપ્ટ્સની સ્થાપના જોડિયા ભાઈઓ અનુજ અને અનંત ગર્ગ દ્વારા કરવામાં આવી હતી જે છેલ્લા 10 વર્ષથી મોટી કંપનીઓ માટે સંદેશાવ્યવહારના ઉત્પાદનો બનાવવાનો ધંધો કરે છે. કંપનીનો દાવો છે કે તે એપીઆઇ (એપ્લિકેશન પ્રોગ્રામ ઇંટરફેસ) નો ઉપયોગ વિવિધ કંપનીઓ દ્વારા તેમની વિડિઓ કોન્ફરન્સિંગ સુવિધાઓ, ટેક્સ્ટ ચેટ્સ વગેરે માટે કરવામાં આવે છે.

હાલમાં આ એપ પર લગભગ 25 પાટિૅસિપન્ટસ એકસાથે કોલ કરી શકે છે.જો કે કંપનીનો ધ્યેય
100 પાટિૅસિપન્ટસ સુધી પહોંચવાનો છે. લોકો આ એપને પસંદ કરી રહ્યા છે. તમે પણ ‘સે નમસ્તે’ એપ્લિકેશન ટ્રાય કરી શકો છો.

Related Posts