શું આપણે ખરેખર આઝાદ છીએ?

15મી ઓગષ્ટ 2020નાં રોજ આઝાદીનાં 73 વર્ષ પૂર્ણ કરી 74માં વર્ષે પ્રવેશ કર્યો. સ્વતંત્રતા આમ તો બે પ્રકારે જોઈ શકાય. એક વ્યકિતગત સ્વતંત્રતા જેમાં વ્યકિતની રહેણી કરણી, ખોરાક, પોષાક, ધર્મ, જાતિ વગેરે બાબતોનો સમાવેશ થાય છે. બીજી રાજનૈતિક સ્વતંત્રતા. 1947માં અંગ્રેજો પાસેથી જે સ્વતંત્રતા મળી એ રાજનૈતિક સ્વતંત્રતા હતી. છેલ્લા ઘણા સમયથી એ પ્રશ્ન ઉદ્દભવે છે શું આપણે ખરેખર આઝાદ છીએ? સવાલ એટલા માટે થાય છે દોસ્તો કે આઝાદ ભારતમાં એવુ તે શું બન્યુ કે સરકારને પ્રશ્ન પૂછનાર ગોરી લંકેશ જેવા નિડર પત્રકારોની હત્યા કરી નાંખવામાં આવે છે. CBI કે જે એક સ્વતંત્ર રીતે કામ કરતી સંસ્થા છે તેના ડિરેકટરોને રાતોરાત પદ પરથી હટાવી દેવામાં આવે છે.

RBI કે જે એક સ્વતંત્ર રીતે કામ કરતી સંસ્થા છે જેમાં RBI નાં ગર્વનર તેના કાર્યકાળની અવાધ પૂર્ણ થાય તે પહેલા જ રાજીનામું આપી દેવુ પડે છે. શા માટે ? શાળા-કોલેજોનાં આચાર્યો સરકારી પરિપત્રનાં ગુલામ જણાય છે. ડો.કફીલ ખાન, દલિતોના અવાજ બનનારા પ્રો.આનંદ ટેલતુમડે, સફુરા ઝરગર જેવા સામાજિક કાર્યકરો જે સરકારના વિચારો સાથે અસહમતિ દર્શાવે તો તેમના પર UAPA લગાવી દેવામાં આવે છે. કાશ્મીરનાં નેતાઓ પર લગાવી દેવામાં આવે છે. કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવાઓ ઠપ્પ રાખવામાં આવે છે.

મોટાગજાનાં IAS, IPS ઓફિસરો પણ PMO ઓફિસનાં ગુલામ જણાય છે.તમે અને હું સરકારની વિચારસરણી કે નિર્ણય સામે અસહમતિ હોય અને સરકાર સામે અસહમતિ નથી દર્શાવી શકતા તો એ પણ ગુલામીની જ નિશાની છે. CBI, RBI, ED, IT જેવા દરેક સ્વતંત્ર વિભાગ આજે સરકારની કઠપૂતળી બનીને કામ કરતા હોય એવું લાગે છે. સ્વતંત્રતાનાં 73 વર્ષ પછી પણ એવું નથી લાગતું કે આપણે હજુ રાજનૈતિક રીતે સરકારનાં ગુલામ જ છીએ? પ્રશ્ન ખરેખર વિચારવા જેવો છે.

આલુંજ   -લહેરી અશરફ એસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts