સુરતમાં ઈદની સાદગીપુર્વક ઉજવણી કરવા કરાઈ અપીલ

હાલમાં મુસ્લિમ બિરાદરો નો પવિત્ર રમઝાન માસ ચલી રહ્યો છે અને આગામી સપ્તાહમાં ઈદની ઉજવણી  કરવામાં આવશે. સુરત શહેરમાં પણ ઘણા મુસ્લિમ ભાઈઓ-બહેનો રહે છે. અને તે વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ પણ વધારે છે. ત્યારે રમઝાન ઈદ સાદગીપૂર્ણ ઘરમા જ ઉજવણી કરવા માટે મુસ્લિમ યુવા અગ્રણી માજી કોર્પોરેટર અસદ કલ્યાણી એ તમામ મુસ્લિમ પરિવારોને અપીલ કરી છે.

સુરત શહેરમાં ઘણા વિસ્તારોમાં કોરોનાના કેસો વધારે છે. જેમાં ખાસ કરીને લિંબાયત ઝોનમાં કેસો સતત વધી રહ્યા છે. અને સમગ્ર સુરત શહેરમાં સૌથી વધુ કેસો લિંબાયત ઝોનમાં છે. અને રમઝાનના પવિત્ર માસ દરમિયાન પણ સુરત મહાનગરપાલિકા કમિશનર બંછાનિધિ પાની દ્વારા આ વિસ્તારના મુસ્લિમ અગ્રણીઓ સાથે પણ બેઠક કરી હતી. અને લોકોને રમઝાનની ઉજવણી આ વખતે સાદગીપુર્વક કરવા માટે અપીલ કરવામાં આવી હતી. અને હવે થોડા દિવસોમાં ઈદ પણ આવશે ત્યારે લોકો ઈદની પણ સાદગીપુર્વક ઉજવણી કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે. અસદ કલ્યાણી દ્વારા કરવામાં આવેલ અપીલ મા જણાવાયું છે કે, હાલમાં અને વિશ્વ મુશ્કેલ સમય માંથી પસાર થઇ રહ્યો છે કેટલાક મહિના પહેલા આપણે વિચાર્યું પણ નહિ હોય અને આ મુશ્કેલી ભર્યો અર્ધા થી વધુ સમય આપણે પસાર પણ કરી દીધો આખો દરિયો આપણે પસાર કરી દીધો છે અને કિનારે પહોંચવાની તૈયારી છે મંઝિલ મળવાની કગાર પર છે. ત્યારે સમય ના ગુમાવે આપણે ધીરજ ગુમાવ્યા સિવાય થોડાક દિવસ આપણે આપની જાતને સંભાળી રાખીયે. ઈદ નજદીક છે આપણે રમઝાન માસની સાદગી થી ઉજવણી કરી છે માટે તમામ મુસ્લિમ બિરાદરોને અપીલ કરી છે કે, બજારમાં ખરીદી માટે  ભીડ એકત્રિત ના કરવી. ઈદ ઘરમા જ માનવીએ. અત્રે ઉલ્લેખનીય છે કે, રમઝાન દરમિયાન પણ સુરતમાં ઘણા વિસ્તારોમાં ભીડના દ્રશ્યો સર્જાયા હતા. અને હવે આવનારા દિવસોમાં ઈદ આવશે ત્યારે આવા દ્રશ્યો ન સર્જાય તે માટે લોકોને અત્યારથી જ સમજણ આપવામાં આવી રહી છે. તેમજ મનપા કમિશનર અને સ્થાનિક કોર્પોરેટરો દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે, તમામ લોકો લોકડાઉનનું પાલન કરે. અને તમામ નિયમોનું પણ યોગ્ય રીતે પાલન કરે.

Related Posts