Dakshin Gujarat

ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની વધુ એક ફરિયાદથી ચકચાર

ભરૂચની જાણિતી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં વિદ્યાર્થીની સાથે બળાત્કારની વધુ એક પોલીસ ફરિયાદ નોંધાતા વિવાદો વધતા જઈ રહ્યા છે. હાલમાં શાળામાં શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થીએ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.

ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં વિદ્યાર્થીની સાથે બળાત્કારની વધુ એક ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. પીડિતા પર શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થી 50 વર્ષનો રોની ઉર્ફે ફિલિપ કુટીનો નામના નરાધમે બે વાર બળાત્કાર ગુજાર્યો હોવાની એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની રી યુનિયનની મીટીંગના બહાને પીડિતાને ફિલિપ તેના ઘરે લઈ જઈ બળાત્કાર ગુજારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચાર્ય હતું. તા-23 નવેમ્બર અને 9 ડિસેમ્બર-24માં રોજ સ્કુલ કેમ્પસના બહારથી કારમાં બેસાડીને નંદેલાવ રોડ પર સુરભી સોસાયટીમાં નરાધમે દુષ્કર્મ આચરતા એટ્રોસિટી એક્ટ હેઠળ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. બળાત્કાર અંગેનો ગુનો નોંધાયા બાદ આરોપી ફિલિપ રફુચક્કર થઇ ગયો હતો. જો કે પોલીસ વિભાગે આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

બે સંતાનોનો બાપ રોની ઉર્ફે ફિલિપ ઉર્ફે કુટીનોએ એક જ પીડિતાને અલગ અલગ સમયે હવસનો શિકાર બનાવી હોવાનું બહાર આવ્યું છે. આજ પીડિતા સાથે અગાઉ સેન્ટ ઝેવીયર્સ શાળના ઇન્ચાર્જ પ્રિન્સિપલે અયોગ્ય વર્તન કર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

Most Popular

To Top