Dakshin Gujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર વિદેશી દારૂની હેરાફેરીમાં એક ઝડપાયો: ત્રણ વોન્ટેડ

અંકલેશ્વર: અંકલેશ્વર (Ankleshwar) પાસેના નેશનલ (National) હાઇવે (Haiway) પર મેઘા (Megha) પેટ્રોલપંપ (Petrol Pump) સામેથી તાલુકા પોલીસે વિદેશીદારૂ નો જથ્થો ઝડપી પાડયો હતો. તેમજ ફોર્ડ ફિગો કાર (Ford Figo) સાથે એક શખ્સ ને ઝડપી પાડી કુલ રૂપિયા 5.48 લાખ નો મુદ્દામાલ કબ્જે કરી સુરત અમરોલી ના ત્રણ શખ્સો ને વોન્ટેડ જાહેર કરી તેઓ ને ઝડપી પાડવાની કવાયત પોલીસે હાથ ધરી છે. હાલ આગામી દિવસોમાં નવરાત્રી ઉત્સવ શરુ થઇ રહ્યો છે તેવામાં બુટલેગરો દારૂની હેરાફરીમાં સક્રિય થયા છે.જેમની ઉપર જિલ્લા પોલીસ પણ બાજ નજર રાખી તેમને દબોચી પાડવામાં પહેરો ગોઠવાતા હોઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વર તાલુકા પોલીસ ને અંકલેશ્વર ખરોડ વચ્ચે ના નેશનલ હાઇવે નંબર 48 ઉપર મેઘા પેટ્રોલપંપ સામે ના રોડ ની બાજુમાં વિદેશીદારૂ નો જથ્થો ઉતારેલ અને આ વિદેશીદારૂ ભરવા માટે એક શખ્સ ફોર્ડ ફિગો કાર આવનાર હોવાની મળેલી માહિતી ના આધારે રેડ કરતા વિદેશીદારૂ ના જથ્થો ઝડપી પાડયો હતો અને વિદેશીદારૂ નો જથ્થો ભરવા આવેલ કાર સાથે સુરત ના પાંડેસરા ના કરણ દૈવીપ્રસાદ પાંડે ને ઝડપી પાડયો હતો.

48 હજાર ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ શખ્સો વોન્ટેડ જાહેર

તાલુકા પોલીસે સ્થળ ઉપ્પર થી 1 લાખ 43 હજાર ઉપરાંત નો વિદેશીદારૂ ,4 લાખ ની ફોર્ડ ફિગો કાર અને મોબાઈલ મળી કુલ રૂપિયા 5 લાખ 48 હજાર ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કરી સુરત અમરોલી ના શુભમસીંગ અને ,વિષ્ણુસાગર તેમજ ઇમરાન પટેલ નામના શખ્સો ને વોન્ટેડ જાહેર કરી તેઓ ને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે

Most Popular

To Top