છકડામાં ચોરી છુપી રીતે લઇ જવાતો વિદેશી દારૂ સાથે એક ઈસમ ઝડપાયો

(પ્રતિનિધિ)છોટાઉદેપુર,તા.૨૯ પ્રા વિગતો અનુસાર પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશન ની પ્રવૃત્તિ સદંતર નેસ્ત નાબૂદ કરવા તેમજ દારૂ બંધીના  કાયદાનું કડક અમલવારી  તે માટે પાનવડ સ્ટેશન વિસ્તારમાં સગન પેટ્રોલિંગ તેમજ વાહન ચેકિંગ કરવામાં આવતા.

પાનવડ પોલીસ સ્ટેશનના પી.એસ. આઇ.જી.બી ભરવાડનાઓને તાબાના  પોલીસ માણસોને જરૂરી સુચના આપી પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગની કામગીરી કરવા માટે ટીમો બનાવી વાહન ચેકિંગની કામગીરીમાં હતા. તે સમયે ખાટીયાવાંટ ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગની કામગીરી ચાલુ હતી.

તે દરમિયાન અંગત બાતમીદાર થકી બાતમી મળેલ કે કવાટ તરફથી એક પોપટી કલર ના અતુલ શક્તિ છકડામાં ભારતીય બનાવટની વિદેશી દારૂ ભરી ખાટીયાવાટ તરફથી આવી રહેલ છે તેવી બાતમી મળેલ તેથી પાનવડ પોલીસે વોચ ગોઠવી નાકાબંધી કરતા પાછળ ટોલી ના ભાગે ગુપ્ત ખાનું બનાવેલ હોય.

જેમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ સંતાડી રાખેલ જે દારૂ જોતા અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ.૩૬૯ કિ.રૂ.૪૭૨૮૦/- નો મુદ્દામાલ મળી આવેલ તેમજ અતુલ શક્તિ છકડાની કિં.રૂ.૧.૫૦.૦૦૦/- તથા એક મોબાઇલ ફોન. કી.રૂ.૫૦૦/- મળી કુલ કિં.રૂ.૧.૯૭.૭૮૦/- ના મુદ્દામાલ સાથે નયનભાઈ રસિકભાઈ માળી.રહે.સાવલી મેઘદૂત સિનેમા સામે માળી વગો સાવલી તાંસાવલીં વડોદરા નાઓને પકડી પાડી આનંદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે. દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરો દ્વારા અલગ-અલગ કીમિયા નો   પર્દાફાસ કરી ભાણવડ પોલીસ પ્રોહિબિશનનો જંગી મુદ્દામાલ ઝડપી પાડતા દારૂની હેરાફેરી કરતા બૂટલેગરોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

Related Posts