અમેરિકાના નવા રાષ્ટ્રપતિએ કોરોનાને નાથવા પોતે સત્તા પર આવે એ પહેલા આ પગલુ લીધુ

યુનાઇટેડ સ્ટેટ્સમાં (America/ US) કોરોનાવાયરસ (Covid -19) ચેપના વધારાની વચ્ચે રાષ્ટ્રપતિ-ચૂંટાયેલા જો બાઇડેને (Joe Biden) ટ્વિટ કર્યુ હતુ કે હવેના વહીવટીતંત્ર દ્વારા કોરોના માટે તાત્કાલિક પગલા લેવાની જરૂર છે. અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડને તાજેતરમાં ટ્વિટ કરીને જણાવ્યુ છે કે, ‘હું રાષ્ટ્રપતિ ચૂંટાયેલ છું, પરંતુ આવતા વર્ષ સુધી હું રાષ્ટ્રપતિ પર આવીશ નહીં. અને કોવિડ-19 કેલેન્ડર પરની તારીખો પર ધ્યાન આપતો નથી, કોરોનાએ તો હમણા જોર પકડ્યુ છે. હાલના વહીવટીતંત્ર દ્વારા કોરોના માટે આજે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. ‘.

અમેરિકાના નવા રાષ્ટ્રપતિએ કોરોનાને નાથવા પોતે સત્તા પર આવે એ પહેલા આ પગલુ લીધુ

તેમણે તેમના આગળના ટ્વિટમાં કહ્યુ હતુ કે કોરોના વાયરસ કટોકટી એક મજબૂત અને તાત્કાલિક સંઘીય પ્રતિભાવની માંગ કરે છે, અને દુ: ખની વાત એ છે કે હાલમાં અમેરિકામાં તેનો અભાવ છે. જો બાઇડન કે જેમણે કોરોના રોગચાળા પ્રત્યે ભારે ચિંતા દર્શાવી છે, તેમણે 12-સભ્યોની કોવિડ -19 ટાસ્ક ફોર્સ ટીમ (Covid-19 Task Force Team) બનાવવાની ઘોષણા કરી હતી. જો બાઇડન જ્યારે જાન્યુઆરી 2021માં અમેરિકાનું રાષ્ટ્રપતિ પદ સંભળશે ત્યારે કોરોના મહામારીનો સામનો કરવા માટેની દેશવ્યાપી પ્રાથમિક વ્યૂહરચના આ ટીમ ઘડશે એમ તેમણે ઉમેર્યુ હતુ.

અમેરિકાના નવા રાષ્ટ્રપતિએ કોરોનાને નાથવા પોતે સત્તા પર આવે એ પહેલા આ પગલુ લીધુ

એક ટોચના અમેરિકી અખબારે રજૂ કરેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડનની કેટલીક ટોચની પ્રાથમિકતાઓમાં એનપી- માસ્ક સહિત પી.પી.ઇ કીટ્સના ઉત્પાદનમાં વધારો ઉપરાંત તેની સલામત, અસરકારક અને યોગ્ય વહેંચણીનો સમાવેશ થાય છે. આ સિવાય તે પણ પોતાના દેશમાં વિના મૂલ્યે કોરોનાવાયરસ રસીનું વિતરણ થાય એના માટે તાત્કાલિક ધોરણે કામ કરશે.

અમેરિકાના નવા રાષ્ટ્રપતિએ કોરોનાને નાથવા પોતે સત્તા પર આવે એ પહેલા આ પગલુ લીધુ

તાજેતરના આંકડા મુજબ, યુનાઇટેડ સ્ટેટ્સમાં અત્યાર સુધીમાં 11 મિલિયન કોવિડ -19 કેસ નોંધાયા છે, જેમાંથી 249,975 લોકોનો આ ચેપે ભોગ લીધો છે. અમેરિકા હજી પણ વૈશ્વિક સ્તરે સૌથી વધુ કોરોનાના કેસ ધરાવતો પ્રથમ દેશ છે. જણાવી દઇએ કે અહીં અમેરિકામાં કેટલાક રાજ્યોએ કાં તો લોકડાઉન ફરીથી લાગુ કર્યું છે અથવા મર્યાદિત સંખ્યામાં લોકો ભેગા થાય એવું આયોજન કર્યુ છે.

અમેરિકાના નવા રાષ્ટ્રપતિએ કોરોનાને નાથવા પોતે સત્તા પર આવે એ પહેલા આ પગલુ લીધુ

દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) – જેમની રોગચાળાને સંભાળવા બદલ ખાસ્સી ટીકા થઈ હતી તેમણે બધા અમેરિકન નાગરિકોને કોરોના વિશે જાગૃત રહેવાની વિનંતી કરી છે. તેમણે એમ પણ કહ્યુ હતુ કે કોરોનાની રસીઓ થોડા અઠવાડિયામાં આવી જશે. ટ્રમ્પે ઉમેર્યુ કે કોરોનાની રસીઓ તૈયાર જ હતી અને માત્ર મંજૂરીની રાહ જોવાઈ રહી હતી. હવે તેને મંજૂરી પણ મળી જશે. અને કોરોનાનું ઉચ્ચ જોખમ ધરાવતા વ્યક્તિઓને આ રસીઓ તરત જ આપવામાં પણ આવશે.

Related Posts