સુરતમાં હવે તમામ શાકભાજી વિક્રેતાઓનું પણ સ્ક્રીનીંગ કરાશે

સુરત શહે્રમાં હવે કોરોના માટે કોમ્યુનીટી સ્પ્રેડ વધી રહ્યો છે. જેના કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ ટેસ્ટીગ વધારાયું છે. શુક્રવારે સવારે નોંધાયેલા પોઝીટીવ કેસમાં વરાછાના બે મહિલાઓના પોઝીટીવ કેસ નોંધાયા હતા. જેઓ શાકભાજી વિક્રેતાઓ છે. અને 13 એપ્રિલે રૂચિ સાવલિયાનો પોઝીટીવ કેસ નોંધાયો હતો. જેઓ શાકભાજી લેવા ગયા હતા. અને ત્યાંથી શાકભાજી વિક્રેતાઓની ચેઈન પકડાઈ હતી. જેમાં વરાછામાં આજે બે મહિલાઓના પોઝીટીવ કેસ સામે આવ્યા છે. જેથી હવે શહેરના તમામ શાકભાજી વિક્રેતાઓનું ટેસ્ટીંગ કરાશે તેમ સુરત મનપા કમિશનર બંછાનિધિ પાની દ્વારા જણાવાયું છે.

હાલમાં શહેરભરમાં લોકો વધારે જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા માટે જ બહાર નીકળી રહ્યા છે. અને ત્યાંથી કોરોના ફેલાવાની શક્યતાઓ છે. ખાસ કરીને શાકભાજી વિક્રેતાઓ પાસેથી કોરોના વાયરસ ફેલાવી રહ્યો હોવાની જાણકારી મળતા જ હવે સુરત શહેરના તમામ શાકભાજી વિક્રેતાઓનું સ્ક્રીનીંગ કરવામાં આવશે.

Related Posts