દિલ્હીમાં કોરોના સાથે વાયુ પ્રદુષણમાં પણ સતત વધારો

નવી દિલ્હી : ખરેખર રાજધાની દિલ્હી (The capital is Delhi) હાલ સંકટો સામે જંગ લડી રહી છે. દિલ્હીમાં સતત કોરોના વાયરસનો કહેર તો બીજી તરફ વાયુ પ્રદુષણ (Air pollution) જેનાં કારણે દિલ્હીવાસીઓની હાલત ગંભીર છે અને ત્યાંની સ્થિતિ ભયજનક છે. દિલ્હીમાં કોરોના સાથે ત્યાંનું વાતાવરણ પણ ખતરનાક બની ગયું છે. દિલ્હીની હવા ઝેરી બની ચૂકી છે જે લોકોને બિમાર અને વધુ બિમાર કરવા માટે સક્ષમ છે. રાજધાનીમાં ઘણા દિવસોથી કોરોના સાથે વાયુ પ્રદુષણ એક પડકાર છે. જેનો સામનો લોકો કરી રહ્યા છે. એર ક્વાલિટી ઇન્ડેક્ષ (Air Quality Index) એટલે કે હવાનાં ગુણવત્તાની વાત કરીએ તો હાલ થોડી ઘણી રાહત દિલ્હીવાસીઓને મળી છે જે આંકડાઓ દર્શાવી રહ્યા છે.

સૌ પ્રથમ એર ક્વાલિટી ઇન્ડેક્ષની વાત કરીએ તો હાલ દિલ્હીની હવા ઝેરી બની ચૂકી છે અને એક્યુઆઈ સ્તર પણ ગંભીર છે. જણાવી દઈએ કે હવાની ગુણવત્તા જો 0 થી 50 વચ્ચે હોય તો એર ક્વાલિટી ઇન્ડેક્ષ (AQI)ની ગુણવત્તા ‘સારી’ છે, 51 થી 100 ની વચ્ચે ‘સંતોષકારક’ છે, 101 અને 200 ની વચ્ચે ‘મધ્યમ’ છે અને આ પ્રકારની હવા સંવેદનશીલ જૂથોને બીમાર બનાવી શકે છે. 201 થી 300 ‘ખરાબ’ છે અને 301 થી 400 છે ‘ખૂબ નબળી’ જે સામાન્ય લોકોને પણ બિમાર બનાવી શકે છે અને 401 થી 500 ની વચ્ચે ‘ગંભીર’ વર્ગમાં આ ઇન્ડેક્ષ હવાનું સ્તર નક્કી કરે છે. અગાઉ આ તમામ સ્તર 400થી વધુ હતાં. પરંતુ તેમાં ઘટાડો નોંધાયો છે.

દિલ્હી પ્રદુષણ નિયંત્રણ કમેટી (DPCC)નાં આંકડાઓ મુજબ, હાલ અલીપુરમાં 245, મંદિર માર્ગમાં 231, આર કે પુરમમાં 274, આયા નગરમાં 246, જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં 246, નેહરુ નગરમાં 282, દ્વારકા સેક્ટર 8માં 290, પતપરગંજમાં 258, અશોક વિહારમાં 276, રોહિનીમાં 279, વિવેક નગરમાં 264, નજફગઢમાં 295, નરિલામાં 263, ઓખ્લામાં 271, વઝિરપુરમાં 214, બવાનામાં 297 અને આનંદ વિહારમાં 249 એ એર ક્વાલિટી ઇન્ડેક્ષ છે તથા સર્વાધિક ખરાબ હવા એ જહાંગીરપૂરીની છે જ્યાં એર ક્વાલિટી ઇન્ડેક્ષ 307 છે. આ તમામ આંકડા 21 નવેમ્બર 2020 3 વાગ્યાનાં છે. દેશની રાજધાની દિલ્હી (The capital is Delhi) તથા દિલ્હીવાસીઓ હાલ કોરોના સાથે પ્રદુષણ સામે પણ જંગ લડી રહ્યા છે. એક શબ્દમાં કહીએ તો દિલ્હીની હવા હાલ તમામ મામલે ખરાબ નજરે પડી રહી છે. રાજધાનીમાં નાગરિકોને પ્રદુષિત વાતાવરણ (Polluted atmosphere) નો સામનો કરવો પડી રહ્યો છે. 

Related Posts