કોરોનાથી મોત બાદ પત્નીનો મૃતદેહ નહીં આપતા પતિએ ડોક્ટરને તમાચો માર્યો

સુરતઃ સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 229 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 184 જયારે ગ્રામીણ વિસ્તારમાં 45 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 15131 પર પહોંચી છે, જયારે આજે 9 લોકોના કોરોનાથી મોત સાથે મૃત્યુ આંક 658 પર પહોંચ્યો છે, તેવામાં આજે 430 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.કોરોના વાયરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 229 દર્દી નોંધાયા છે, જેમાં શહેર વિસ્તારમાં 184 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 12162 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 45 કેસ સાથે દર્દી સંખ્યા 2969 પર પહોંચી છે.

કોરોનાથી મોત બાદ પત્નીનો મૃતદેહ નહીં આપતા પતિએ ડોક્ટરને તમાચો માર્યો

રાજ્યમાં ગુરૂવારે કોરોનાના (Corona Cases) નવા 1034 કેસો નોંધાયા છે. જ્યારે સારવાર દરમ્યાન રાજ્યમાં વધુ 27 દર્દીઓના મોત થયા છે. જ્યારે સાજા થવાનો દર વધીને 74.21 ટકા થયો છે. આરોગ્ય વિભાગ (Health Department)ના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજયમાં નવા 24569 કોરોના ટેસ્ટ (Corona test) કરવામાં આવ્યા હતા જોકે રાજ્યમાં અત્યાર સુધી કુલ 9,03,782 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેની સામે નવા 1034 કેસો નોંધાયા છે.

કોરોનાથી મોત બાદ પત્નીનો મૃતદેહ નહીં આપતા પતિએ ડોક્ટરને તમાચો માર્યો

એવામાં શહેરના લસકાણા ખાતે આવેલી ક્રિષ્ટલ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના તબીબે કોરોનામાં મુત્યું પામેલી મહિલાનો મૃતદેહ પરિવારને આપવાની ના પાડતા મહિલાના પતિએ તબીબને તમાચો ઠોકી દીધો હતો.સરથાણા પોલીસના જણાવ્યા મુજબ સરથાણા વ્રજચોક રૂષિકેશ ટાઉનશીપમાં રહેતા ડોકટર જીજ્ઞેશ વિઠ્ઠલભાઈ મોણપરા લસકાણામાં ક્રિષ્ટલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવે છે.

કોરોનાથી મોત બાદ પત્નીનો મૃતદેહ નહીં આપતા પતિએ ડોક્ટરને તમાચો માર્યો

હોસ્પિટલમાં દાખલ દર્દી જશુબેન લશ્કરીનું ગત 26 મીના રોજ કોરોનામાં મોત નિપજ્યું હતું. મૃતક જશુબેનના પતિ કાર્તિક પરેશ લશ્કરી(રહે, શ્રીનાથજી સોસાયટી પુણાગામ) દ્વારા પત્ની જશુબેનની લાશ માંગતા ડોકટર જીજ્ઞેશ મોણપરાએ આપવાની ના પાડી હતી. ડોક્ટરની વાત સાંભળી ઉશ્કેરાયેલા પતિએ ડોકટર જીજ્ઞેશ સાથે ગાળાગાળી કરી ગાલ ઉપર તમાચો ચોળી દીધો હતો. બનાવ અંગે જીજ્ઞેશ મોણપરાએ ગઈકાલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કાર્તિક વિરૂધ ગુનો દાખલ કરી ઘટનાની વધારે તપાસ હાથ ધરી છે.

Related Posts