અહો આશ્ચર્યમ: કોરોના અંતર્ગત આણંદ ખાતે શાંતિ સમિતિની બેઠક : બાત કુછ હજમ નહીં હુઈ !

(પ્રતિનિધિ) આણંદ,તા.૨૩ આણંદ પોલીસ મથકે આજે કોરોના વાયરસ ને અટકાવવાના તથા સલામતી અંતર્ગત શાંતી સમીતીની બેઠક યોજાઈ હતી. પરંતુ કોરોનાના કારણે યોજાયેલ શાંતિ સમીતીની બેઠક મુદ્દે અશ્ચર્ય (Surprise)ઉભા થવા સાથે બાત કુછ હજમ નહીં હુઈ ની ચર્ચા પણ ઉઠવા પામી હોવાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા ત્રણ માસથી કોરોના સંક્રમણ ઉભા થવા પામી રહયા છે ત્યારે ગત એપ્રીલ માસમાં આણંદ ખાતે પ્રથમ કોરોના પોઝીટીવ દરદીનું ઉજાગર થવા પામ્યા બાદ પુનઃ આણંદ શહેર વિસ્તારોમાં કોરોનાના પોઝીટીવ (Corona positive) દરદીઓ વધવા પામી રહયા હોય આજે કોરોના વાયરસ(Corona virus)ને અટકાવવા તથા સલામતી અંતર્ગત આણંદ ટાઉન પોલીસ મથકે પીઆઈ ચૌહાણ પૂર્વ પાલિકા પ્રમખ પ્રજ્ઞેશ પટેલ જે ડી પટેલ હાજી ઈસ્માઈલભાઈ ફીરોજભાઈ મોગરીયા કાદર સૈયદ ઈમરાન કલાસીક ટીકુભાઈ કાજલકુમાર સહિતના અગ્રણીઓ સાથે શાંતિ સમીતીની બેઠક યોજવામાં આવતા મહામારીના ત્રણ માસ બાદ આ પ્રકારની બેઠક અને તે પણ કોરોના અંતર્ગત યોજાતા આડ્ઢર્ય સર્જાવા પામવા બાત કુછ હજમ નહીં હુઈની ચર્ચા ઉઠવા પામી છે.   

ચર્ચા ઉઠવા પાછળનું મુળ કારણ કોરોના મહામારી(Corona epidemic)ની વકરતી સમસ્યાના કારણે શહેરના લઘુમતી સમાજ દ્વારા વડોદરાના લઘુમતી સમાજ તથા અન્ય તબીબોના સહકારથી મદરેસા ખાતે કોવિડ ૧૯ અંતર્ગત સેવા પછી પ્રારંભ કર્યો છે જેના પગલે શહેરના જાગૃત નાગરીકે વાંધો ઉઠાવી શહેરમાં કોમી વૈમનસ્ય વકરવાની આશંકા વ્યકત કરી બહુમતી તબીબો પર પ્રશ્નાર્થ ઉઠવા પામશેની ભીતી સેવી આ કોવિડ- ૧૯ ઉભા કરાયેલ સેન્ટર બંધ કરવામાં આવે તેવી વાત કરી માંગ કરી હતી. જેના કારણે ચર્ચાઓ ઉઠતા કોઈ પલીતો ના ચંપાય તેવા આશયથી શહેર પોલીસ મથકે શાંતી સમીતીની બેઠક યોજાઈ હોવાના તર્ક ઉઠવા પામ્યા હોવાનું જાણવા મળેલ છે.

Related Posts