લો બોલો, સુરતની આ હોસ્પિટલમાં ઓપરેશન બાદ ડોક્ટર ગળાના ભાગે કપડું ભૂલી ગયા

સુરત : ડિંડોલીમાં રહેતા એક વૃદ્ધના ઓપરેશન (Opration) દરમિયાન તેના શરીરમાં કપડુ રહી (clothes on the neck) જતા ગરદનના ભાગે પરૂ નિકળવાનું શરૂ થયું હતું તેમજ તેમના હાથ-પગ કામ કરતા બંધ થઇ ગયા હતા. ઓપરેશન કરી કોટન-કપડું કે ટિસ્યુ બહાર કઢાયું હતું. ઓપરેશનમાં ગંભીર બેદરકારી બદલ પરમ હોસ્પિટલના (hospital) ડો. મૌકિલ પટેલની સામે પગલા લેવા માટે અઠવા પોલીસમાં ફરિયાદ અરજી આપવામાં આવી છે. પોલીસે અરજી લઈ તપાસ શરૂ કરી છે.

લો બોલો, સુરતની આ હોસ્પિટલમાં ઓપરેશન બાદ ડોક્ટર ગળાના ભાગે કપડું ભૂલી ગયા

ડિંડોલી ખરવાસા રોડ ઉપર ઉમીયા નગરમાં રહેતા દશરથભાઇ શિવરામભાઇ પટેલ ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને હાથપગમાં નબળાઇ હોવાની તકલીફ થયા બાદ ફેમીલી ડોક્ટરને તપાસ કરાવીને મણકાના સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરને બતાવવાની સલાહ મળી હતી. દશરથભાઇ લાલદરવાજા પાસે આવેલી પરમ હોસ્પિટલમાં ડો. મૌલિક પટેલને મળ્યા હતા અને તેઓની ટ્રીટમેન્ટ શરૂ કરી હતી. મણકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરે તમામ રિપોર્ટ કઢાવ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી 7 કલાક સુધી ઓપરેશન કર્યું હતું. આર્થિક ભીંસને લઈ ડોક્ટરે મા વાત્સલ્ય કાર્ડ બનાવવાની સલાહ અને એપ્રુલ મેસેજ આવે પછી ઓપરેશન કરવાનું જણાવ્યું હતું. ગત તા. 25-08-2020ના રોજ હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું હતું અને ત્યારબાદ દશરથભાઇના હાથ-પગ કામ કરતા ધીમે ધીમે બંધ થતા ગયા હતા. આ અંગે જ્યારે ડો. મૌલિકને ફરિયાદ કરાઇ ત્યારે તેઓએ એક મહિનામાં સારા થઇ જશે તેમ કહી વાત ટાળી દીધી હતી. દશરથભાઇને દુ:ખાવો વધતા અન્ય એક પ્રાઇવેટ ડોક્ટરને બતાવીને સિટીસ્કેન સહિતના રિપોર્ટ કરવામાં આવતા મણકાના ભાગે કોટનનું કપડુ (ટીસ્યુ પેપર) અંદર જ રહી ગયુ હોવાનું બહાર આવ્યું હતું.

લો બોલો, સુરતની આ હોસ્પિટલમાં ઓપરેશન બાદ ડોક્ટર ગળાના ભાગે કપડું ભૂલી ગયા

ગરદનના ભાગેથી પરુ સાથે કોટનના રેસા પણ બહાર આવતાં જોઈ સર્જન ડોક્ટર ચોંકી ગયા હતા. સર્જને કહ્યું હતું કે આ ભૂલથી ગેગરીન પણ થઈ શકે અને મૃત્યુ પણ, જેથી ઓપરેશન કરી કોટન-કપડું કે ટિસ્યુ બહાર કાઢવું પડશે. 15 સપ્ટેમ્બરના રોજ ઓપરેશન કરી કોટન-કપડું કે ટિસ્યુ બહાર કઢાયું હતું. ડોક્ટરની આવી ગંભીર બેદરકારીને કારણે હાલમાં દશરથભાઇ ચાલી શકતા નથી અને બંને હાથ-પગ કામ કરતા બંધ થઇ ગયા છે. અઠવા પોલીસ મથકમાં ડો. મૌલિકની સામે ફરિયાદ અરજી કરવામાં આવી હતી. પોલીસે અરજી લઇને વધુ તપાસ શરૂ કરી છે.

Related Posts