કોકા કોલા અને હોન્ડા કંપનીઓએ બહિષ્કાર કયૉ પછી ફેસબુકના શેરના ભાવ 8.3% સુધી નીચા ગયા

સાન ફ્રાન્સિસ્કો (San Francisco): કોકા કોલા (Coca Cola)એ શુક્રવારે જાહેરાત કરી કે તે ઓછામાં ઓછી 30 દિવસના સમયગાળા માટે બધી સોશિયલ મીડિયા (Social Media) જાહેરાતો (Advertisement)ને સ્થગિત કરશે. હકીકતમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જે રીતે જાતિવાદને લગતી પોસ્ટ પર પ્રતિક્રિયા આપે છે અથવા નથી આપતા તેના વિરોધમાં લેવામાં આવ્યો છે.

કોકા કોલા અને હોન્ડા કંપનીઓએ બહિષ્કાર કયૉ પછી ફેસબુકના શેરના ભાવ 8.3% સુધી નીચા ગયા

કોકા-કોલા કંપનીના અધ્યક્ષ અને સીઈઓ જેમ્સ ક્વીન્સી (James Quincey) એ નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘વિશ્વમાં જાતિવાદ (Racism) માટે કોઈ સ્થાન નથી અને સોશિયલ મીડિયા પર જાતિવાદ માટે કોઈ સ્થાન નથી.’ તેમણે ઉમેર્યું હતું કે સોશિયલ મીડિયા કંપનીઓએ તેમના પ્લેટફોમૅ પર મૂકવામાં આવતી દ્વેષપૂર્ણ પોસ્ટસ (Hateful posts) સામે ‘વધુ જવાબદારી અને પારદર્શિતા’ વાળુ વલણ દાખવવાની જરૂર છે.

કોકા કોલા અને હોન્ડા કંપનીઓએ બહિષ્કાર કયૉ પછી ફેસબુકના શેરના ભાવ 8.3% સુધી નીચા ગયા

આ આખો મુદ્દો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની એક પોસ્ટ પછી શરૂ થયો છે, હકીકતમાં ડોનાલ્ડ ટ્રમ્પે થોડા સમય પહેલા અમેરિકામાં જયારે ‘બ્લેક લાઇવ્ઝ મેટર’ (Black Lives Matter)ના સંદર્ભે વિરોધ પ્રદશૅનો ચાલી રહ્યા હતા ત્યારે ફેસબુક (Facebook) અને ટ્વિટર (Twitter) પર એક પોસ્ટ કરી હતી જેમાં લખ્યુ હતુ કે, ‘હું પાછળ ઊભા રહી શકતો નથી અને આ એક મહાન અમેરિકન શહેર, મિનીપોલિસમાં થવાનું જોઉં છું. નેતૃત્વનો અભાવ. કાં તો ખૂબ નબળા રેડિકલ ડાબેરી મેયર, જેકબફ્રે તેનુ કૃત્ય (બરાબર કરીને) મળીને શહેરને નિયંત્રણમાં લાવશે, અથવા હું રાષ્ટ્રીય ગાર્ડ મોકલીશ અને કામ બરાબર પૂર્ણ કરાવીશ …’ ટ્વિટરે ટ્રમ્પની આ પોસ્ટ ડિલીટ કરી નાંખી હતી, જયારે ફેસબુકે આવી કોઇપણ એકશન લેવાનો ઇન્કાર કરી દીધો હતો.

કોકા કોલા અને હોન્ડા કંપનીઓએ બહિષ્કાર કયૉ પછી ફેસબુકના શેરના ભાવ 8.3% સુધી નીચા ગયા

આ સંદર્ભે ઘણા નિષ્ણાતો રોષે ભરાયા છે. અને નેશનલ એસોસિએશન ફોર એડવાન્સમેન્ટ ઑફ કલર્ડ પીપલ (National Association for the Advancement of Colored People-NAACP) આગળ આવ્યુ છે, જે સોશિયલ મીડિયા પર #સ્ટોપહેટફોરપ્રોફિટ (#StopHateForProfit) કેમ્પેઇન (Campaign) ચલાવી રહ્યુ છે. અને મોટી કંપનીઓને ફેસબુક પર જાહેરાત આપવાનુ બંધ કરવા વિનંતી કરી રહ્યું છે.

કોકા કોલા અને હોન્ડા કંપનીઓએ બહિષ્કાર કયૉ પછી ફેસબુકના શેરના ભાવ 8.3% સુધી નીચા ગયા

ફેસબુક પર જાહેરાત આપવાનું બંધ કરી રહેલી કંપનીઓની યાદી આ પ્રમાણે છે.યુનિલિવર, ડવ, હેલમેન મેયોનેઝ, લિપ્ટન ટી, બેન અને જેરીની આઈસ્ક્રીમ, હોન્ડા મોટર કું.(યુ એસ), હર્શી, (Unilever, Dove, Hellmann’s mayonnaise, Lipton tea, Ben and Jerry’s ice cream, Honda Motor Co. US Unit,Hershey Co.). આ બધી કંપનીઓએ ફેસબુકનો જાહેરાત આપવા માટે બહિષ્કાર કયૉ પછી ફેસબુકના શેઅર્સના ભાવ 8.3% સુધી નીચા ગયા છે. જેના પરિણામે ફેસબુકના કુલ બજાર મૂલ્યમાં આશરે 56 અબજ ડોલર જેટલો ઘટાડો થયો છે.

કોકા કોલા અને હોન્ડા કંપનીઓએ બહિષ્કાર કયૉ પછી ફેસબુકના શેરના ભાવ 8.3% સુધી નીચા ગયા

એક પછી એક મોટી મોટી કંપનીઓએ બહિષ્કાર કયૉ પછી શુક્રવારે ફેસબુકના મુખ્ય કાર્યકારી અધિકારી માર્ક ઝુકરબર્ગે (Mark Zuckerberg) એક નિવેદન બહાર પાડયુ હતુ. જેમાં કહેવાયુ છે કે ફેસબુક ‘દ્વેષપૂર્ણ વિષયવસ્તુની વિશાળ શ્રેણી’ની જાહેરાત પર પ્રતિબંધ મૂકશે. ઝુકરબર્ગે કયા પ્રકારના ‘દ્વેષપૂર્ણ વિષયવસ્તુની વિશાળ શ્રેણી’ પર પ્રતિબંધ મૂકાશે એ વિશે વિગતવાર માહિતી નથી આપી.

Related Posts