ગ્લેમ વર્લ્ડના આ જાણીતા ચહેરાએ કહ્યુ લોકડાઉનના કારણે બધી સેવિંગ્સ પૂરી, ખાતામાં ખાલી 18,000 રૂ. છે

મુંબઇ (Mumbai): કોરોનાએ (corona) ભલ-ભલા લોકોને ખરાબ દિવસો દેખાડી દીધા છે. હાલમાં બોલીવુડના (bollywood) એક જાણીતા ચહેરાએ કહ્યુ કે કોરોના વાયરસ રોગચાળાના કારણે તેમને ઘણી આર્થિક મુસીબતો વેઠવી પડી છે. આ સલેબ્રિટીએ કહ્યું કે લોકડાઉન (lock down) દરમિયાન એવી પરિસ્થિતિ ઊભી થઇ છે કે તેની બધી બચત (savings) હવે પૂરી થઇ ગઇ છે. તેણે કહ્યુ કે તેણે ક્યારેય સપનામાં પણ નહોતુ વિયાર્યુ કે તે એક મહિના સુધી કામ નહીં કરે. અને એટલે જ આટલા લાંબા સમય સુધી કામ નહીં મળે તો શું થશે એ માટે કોઇ આયોજન ન હોતુ. જણાવી દઇએ કે આમના લગ્ન (marriage) નક્કી થઇ ગયા છે.અને ટૂંક સમયમાં જ તેમના લગ્ન લેવાશે.

Aditya Narayan has said he only has Rs 18,000 in his bank account.

આ વ્યકતિ બીજું કોઇ નહીં પણ સિંગર-ટીવી શોના હોસ્ટ, ઉદિત નારાયણના પુત્ર – આદિત્ય નારાયણ (Aditya Narayan) છે, જે આ વર્ષે લાંબા સમયની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ (Shweta Agarwal) સાથે લગ્ન કરવા માટે તૈયાર છે. હાલમાં આદિત્ય નારાયણે જે કબૂલાત કરી છે તે સાંભળીને તમે બધા ચોંકી જશો. આદિત્ય નારાયણે કહ્યુ કે લોકડાઉને તેમની સ્થિતિ ખરાબ કરી નાંખી છે. આદિત્યએ કબૂલ્યુ છે કે હવે તેની બધી સેવિંગ્સ ખતમ થઇ ગઇ છે અને તેની પાસે તેના બેંક ખાતામાં ફક્ત રૂ. 18,000 બચ્યા છે.

Aditya Narayan to tie the knot with longtime girlfriend Shweta Agarwal by  the end of 2020 - Television News

આદિત્યએ કહ્યું કે તેણે ક્યારેય યોજના નહોતી કરી કે તે પોતે એક વર્ષ સુધી કામ નહીં કરે, પરંતુ લોકડાઉને તેની બધી યોજનાઓ બદલી નાખી. પરિસ્થિતિ વધુ વણસી જાય તો તેણે પોતાની પ્રોપર્ટી, ગાડી અને અંગત વસ્તુઓ વેચવી પડશે તે અંગેનો સંકેત આપતા તેણે કહ્યું કે, ‘કોઇવાર તમારે કેટલાક કઠોર નિર્ણય લેવા પડે છે, જ્યારે તમે કઠોર નિર્ણય લેશો, ત્યારે એક ચોક્કસ વર્ગના લોકો હશે જે કહેશે કે આ નિર્ણય ખોટો છે. ‘.

Aditya Narayan's girlfriends were more impressed by father Udit Narayan,  recalls on The Kapil Sharma | Tv News – India TV

આદિત્ય એક ઇન્ટરવ્યુમાં તેની આર્થિક પરિસ્થિતિ વિશે વાત કરી રહ્યો હતો. કેવી રીતે આખા દેશની જેમ, તેણે પણ લોકડાઉનથી અસરગ્રસ્ત હોવા અંગે ખુલીને કહ્યું, ‘જો સરકાર લોકડાઉનને આગળ પણ વધારશે તો લોકો ભૂખમરાથી મરવા માંડશે. મારી આખી બચત ખતમ થઈ ગઈ છે. મેં મારી બચત પૂરી કરી નાંખી છે. મ્યુચ્યુઅલ ફંડ્સમાં જે રોકાણ કર્યું હતું તે બધા પૈસા, મારે ઘર ચલાવવા માટે ઉપાડવા પડ્યા હતા. કારણ કે કોઈએ યોજના નહોતી કરી કે હું એક વર્ષ માટે કામ કરીશ નહીં અને હજી કામ નથી. કોઈની પાસે યોજના નથી. સિવાય કે તમે અબજોપતિ હો. કોઈની પાસે વિકલ્પ નથી. જેમ કે મારા અકાઉન્ટમાં ખાલી 18,000 રૂપિયા બચ્યા છે.’.

Learnt everything about music from my father: Aditya Narayan |  Entertainment News,The Indian Express

આદિત્યએ કહ્યુ કે, ‘જો મને હવે ઑક્ટોબરમાં પણ કંઇ કામ નહીં મળે, તો મારી પાસે પૈસા નહીં હોય. મારે મારી બાઇક અથવા કંઈક વેચવું પડશે. તે ખરેખર અઘરું છે.’.લોકડાઉન પહેલા આદિત્યએ તેની ગાયકી કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ટેલિવિઝનમાંથી છ મહિનાનો બ્રેક લીધો હતો. જો કે તે થોડા મહિના પછી ઈન્ડિયન આઇડોલના હોસ્ટ તરીકે ટીવી પર પાછો ફર્યો હતો.

Related Posts