કંગનાએ BMC પાસે વળતરરૂપે 2 કરોડ માંગ્યા

નવી દિલ્હી (New Delhi): આજે અભિનેત્રી કંગના રનૌતે (Kangana Ranaut) BMC પાસે તેના પાલી હીલ (Pali Hill) સ્થિત બંગલાને તોડવામાં વળતર રૂપે 2 કરોડ માંગ્યા છે. તેણે દાવો કર્યો છે કે ડિમોલિશન (demolition) દરમિયાન તેના બંગલાની કિંમતી ચીજવસ્તુઓ, ઝુમ્મરો, રેર આર્ટ પીસ, સોફા વગેરેનું મોટા પાયે નુકસાન થયુ છે. કંગનો દાવો કર્યો છે કે BMCએ તેના બંગલાના 40% હિસ્સાનું ડિમોલિશન કર્યુ છે. તે પણ ગેરકાયદેસર બાંધકામની નોટિસ ફટકર્યાના 24 કલાકની અંદર જ. કંગનો BMC એ કરેલા આ ડિમોલિશનને વિકૃત ગણાવ્યુ છે.

Kangana Ranaut files petition in Bombay High Court against BMC's action |  News Track Live, NewsTrack English 1

કંગના રનૌતે કહ્યુ છે કે 7 સપ્ટેમ્બરે BMCએ તેના બંગલા પર ગેરકાયદેસર બાંધકકામની જે નોટિસ ફટકારી હતી, તેનો ‘ડિટેક્શન રિપોર્ટ’ BMC એ રજૂ કર્યો નથી. કંગનાના વકીલ રિઝવાન સિદ્દકીએ બોમ્બે હાઇકોર્ટમાં (Bombay Highcourt) ગયા બુધવારે રજૂ કરેલી 29 પાનાની પિટિશન પાછી ખેંચીને 92 પાનાની નવી પિટિશન ફાઇલ કરી છે. બોમ્બા પાઇકોર્ટમાં કંગનાના કેસની સુનાવણી 22 તારીખે થશે. ત્યાં સુધી બોમ્બે હાઇકોર્ટે BMCને કંગનાનો બંગલો તોડવા પર ‘સ્ટે’ મૂકયો છે. કંગનાના વકીલે બોમ્બે હાઇકોર્ટમાં કરેલી નવી પિટિશનમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યુ છે કે BMCના અધિકારીઓએ 5 સપ્ટેમ્બરે બપોરે 1 વાગ્યે તેના બંગલાના બાંધકામને ગેરકાયદેસર ગણાવીને હાથથી લખેલી નોટિસ બંગલાના દરવાજા પર લગાડી હતી. અને ત્યારબાદ બોમ્બે હાઇકોર્ટમાં BMCએ રજૂ કરેલી કંમ્પ્યુટરાઇઝડ કોપી – આ બંને કોપીના તથ્યો જુદા-જુદા હતા.

Kangana Ranaut Vs Shiv Sena LIVE UPDATES: Pro And Anti Kangana Supporters  Jostle At Airport As The Actress Reaches Mumbai

9 સપ્ટેમ્બરે પણ કંગનાએ બોમ્બે હાઇકોર્ટની પિટિશનની સુનાવણી 12.30 વાગ્યે થવાની હતી. પણ BMCના અધિકારીઓએ સવારે 10.30 વાગ્યાની આસપાસ જ તેના બંગલાના ડિમોલિશનનું કામ શરૂ કરી દીધુ હતુ. એટલુ જ નહીં જયારે કંગનાનો વકીલ ડિમોલ્શમ થવા પહેલા પિટિશનની કોપી લઇને ડિમોલિશન અટકાવવાા તેના બંગલે પહોંચ્યો ત્યારે BMCએ બંગલાનો દરવાજો અંદરથી બંધ કરીને, કંગનના વકીલને અવગણ્યો અને ડિમોલ્શન શરુ કરી દીધુ હતુ.

Bombay HC asks BMC to stop demolition work at Kangana Ranaut's property

કંગનની નવી પિટિસનમાં તેણે એવી માંગણી કરી છે કે તેના બંગલાનું રિપેરિંગ કામ કરાવી આપવામાં આવે, જેથી તે વાપરવા યોગ્ય બને. બુધવારે સવારે ગેરકાયદેસર બાંધકામને લઈને BMC એ કંગનાના ઘરમાં બુલડોઝર ચલાવ્યુ હતુ. BMCએ સવારે 10.30 વાગ્યે ડિમોલેશન શરૂ કર્યુ હતુ અને બપોરે 12.40 સુધી ચાલ્યુ હતુ. આ કામગીરી દરમિયાન, ઘરના બાહ્ય ભાગથી અટારી અને આંતરિક બાંધકામ ખરાબ રીતે તૂટી ગયુ હતુ. આ સમય દરમિયાન નજીકમાં રહેતા કેટલાક લોકોએ પણ આ તોડફોડનો વિરોધ કર્યો હતો. જો કે બોમ્બે હાઈકોર્ટે બીએમસીની કાર્યવાહી આગળના આદેશો સુધી સ્થગિત કરી દીધી હતી. અને આ કેસમાં આગામી સુનાવણી ગુરુવારે બપોરે 3 વાગ્યે થઇ હતી.

Related Posts