અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની પત્નીએ તેને છૂટાછેડાની નોટિસ મોકલી

આજે અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીનો જન્મદિવસ છે,પણ સમાચાર એ નથી.હકીકતમાં અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયાએ તેને છૂટાછેડાની નોટિસ મોકલી છે.એક ઇન્ટરવ્યુમાં આલિયાએ ખુલાસો કર્યો હતો કે આ દંપતીના સંબંધો છેલ્લા એક દાયકાથી સારા નથી. તેણે કહ્યુ કે તેણે આ લોકડાઉનનો ઉપયોગ લગ્નને સમાપ્ત કરવાની તક તરીકે કર્યો છે.

ન્યુઝ એજન્સી પીટીઆઈએ ગઈકાલે પુષ્ટિ કરી હતી કે આલિયા સિદ્દીકીએ આ મહિને તેના પતિને વોટ્સએપ અને ઇમેઇલ દ્વારા છૂટાછેડાની નોટિસ મોકલી હતી. નવાઝુદ્દીન સિદ્દીકી હાલમાં ઉત્તરપ્રદેશના તેમના વતન બુધાનામાં છે.થોડા સમય પહેલા તેમની નાની બહેનનું કેન્સરથી મૃત્યુ થયુ હતુ, અને તેમની માતાની તબિયત સારી જ હોવાથી અભિનેતા ગયા શનિવારે જ બુધાના પહોંચ્યા છે.

આલિયા સિદ્દીકીએ ઈન્ટરવ્યુમાં આગળ કહ્યું કે, ‘મેં તેમને કાનૂની નોટિસ મોકલી છે, પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો નથી.’ ઇન્ટરવ્યૂ દરમ્યાન, આલિયા સિદ્દીકીએ ખુલાસો કર્યો કે છેલ્લા દસ વર્ષથી આ દંપતીને તકલીફ પડી રહી છે. જ્યારે તેણીને પૂછવામાં આવ્યું કે શું તેણે છૂટાછેડા લેવાનો નિર્ણય મજબૂરીમાં લીધો છે ત્યારે તેણે કહ્યું કે, ‘હું હમણાં આ મુદ્દાઓ પર વાત કરી શકું તેમ નથી, પરંતુ હા, છેલ્લા દસ વર્ષથી અમારા લગ્નમાં અનેક સમસ્યાઓ આવી રહી છે.લોકડાઉન દરમ્યાન, હું વિચારતી હતી કે મારે આ લગ્ન સમાપ્ત કરવા છે. મુઝફ્ફરનગર જતા પહેલા મેં નવાઝને ઘણી નોટિસ મોકલી હતી, અને તે હજી સુધી મને કોઇ જવાબ મળ્યો નથી.હવે મારે હવે કાનૂની માર્ગ અપનાવવો પડશે.’

આલિયા સિદ્દીકીના વકીલ અભય સહાયએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે કોરોનાવાયરસ રોગચાળા વચ્ચે સ્પીડ પોસ્ટની ઉપલબ્ધતા ન હોવાને કારણે 7 મેના રોજ નવાઝુદ્દીન સિદ્દીકીને ઇમેઇલ અને વોટ્સએપ દ્વારા છૂટાછેડા માટેની કાનૂની નોટિસ મોકલવામાં આવી હતી. અભય સહાયે સોમવારે જણાવ્યું હતું કે, ‘અમારા ક્લાયન્ટ શ્રીમતી સિદ્દીકીએ પણ વોટ્સએપ દ્વારા નોટિસ મોકલી છે. જોકે, અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ આજદિન સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.’

નવાઝુદ્દીન સિદ્દીકી અને આલિયાએ વર્ષ 2009 માં લગ્ન કર્યાં હતાં. તેમને અને તેઓ બે બાળકોના માતા-પિતા છે. સેક્રેડ ગેમ્સના સ્ટાર માટે આ બીજા લગ્ન છે.

મહારાષ્ટ્રના અધિકારીઓની મંજૂરી મળ્યા બાદ નવાઝુદ્દીન સિદ્દીકી શનિવારે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં આવેલા તેમના વતન બુધાના પોતાની માતા પાસે ગયા હતા.

Related Posts