આણંદ શહેર સહિત જીલ્લાભરમાં કોરોનાનું આક્રમણ સતત જારી: આજે વધુ ૧૦ પોઝીટીવ કેસ નોંધાયા

નગરપાલિકા અને ગ્રામ પંચાયતની જુદી જુદી ટીમો દ્વારા પોઝીટીવ આવેલા દર્દીઓના મકાન અને આસપાસના વિસ્તાર અને માર્ગોને સેનેટાઈઝ કરી કન્ટેઈમેન્ટ કર્યા

(પ્રતિનિધિ) આણંદ, તા. ૨૯ આણંદ શહેર સહિત જીલ્લાભરમાં કોરોના સંક્રમણ સતત પ્રસરી રહ્યાં છે અને સરેરાશ કેસોમાં વધારો થઈ રહ્યા છે ત્યારે આજે વધુ દસ પોઝીટીવ કેસ નોંધાયા છે. જેને લઈ આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કોરોના પોઝીટીવ દર્દીના પરિવાર અને આસપાસમાં રહેતો લાકોનું આરોગ્ય પરીક્ષણ કરી તેમજ પાલિકા દ્વારા સેનેટાઈઝ કરી વિસ્તારને કન્ટેઈમેન્ટ કરવામાં આવ્યા હતા. આણંદ શહેર સહિત જીલ્લાભરમાં કોરોના સંક્રમણ સતત ફેલાઈ રહ્યાં છે અને હવે શહેરી વિસ્તાર છોડી ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝીટીવના કેસોમાં વધારો થઈ રહ્યા છે.

  આજે વધુ દસ કેસ નોંધાય છે. જેમાં રોનક પરસારામ પારેખ ઉ.વ. ૩૯ રહે. ૧૮ પ્રભુત્તમ સોસાયટી રાધેશ્યામ પાર્ટીપ્લોટ નજીક આણંદ, ફરીદમીયા હસુમીયા મલેક ઉ.વ. ૬૫ રહે. ટેકરી ભાગોળ ઉમરેઠ, ગોવિંદભાઈ અજભાઈ પરમાર ઉ.વ. ૭૨ રહે. અંબાલાલ પાર્ક સોસાયટી આણંદ, ફાતીમાબેન મહમંદભાઈ વ્હોરા ઉ.વ. ૭૮ રહે. ચોકસી બજાર પેટલાદ, શાહ રમેશચંદ્ર ઉ.વ.૭૫ રહે. આંકલાવ, કાજલબેન દર્શનભાઈ વીરોલા ઉ.વ. ૨૨ રહે. પેટલાદ, કીંજલબેન નેહલ પટેલ ઉ.વ. ૨૯ રહે. આઝાદ ચોક મેઘવા ગાના આણંદ, નેહલ પ્રફુલચંદ્ર પટેલ ઉ.વ. ૩૩ રહે. આઝાદ ચોક મેઘવા ગાના આણંદ, ધર્મેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલ ઉ.વ. ૩૫ રહે. બ્રહ્મપોળ વસાલણ, ઉરેનકુમાર શાહ રહે. જામફળવાળાની ખડકી ધોરીકુઈ પેટલાદ સહિત દસ કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યા છે. કોરોના પોઝીટીવના કેસોમાં અત્યાર સુધી ૬૦ થી વધુ વય ધરાવતા દર્દીઓ કોરોના સંક્રમણનો શિકાર બનતા હતા પરંતુ હવે કોરોના સંક્રમણ યુવાન દર્દીઓને પણ શિકાર બનાવી રહ્યા છે.

ે   આજે નોંધાયેલા દસ કેસોમાં છ કેસ ૨૨ થી ૪૦ વર્ષની વય ધરાવતા યુવાન વયના લોકો છે. આજે નોંધાયેલા દસ દર્દીઓ પૈકી ચાર દર્દીઓ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં, ત્રણ દર્દીઓ આણંદની જનરલ હોસ્પિટલમાં, બે દર્દીઓ પેટલાદની એસએસ હોસ્પિટલમાં અને એક દર્દી બોરસદની અંજલી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

જે પૈકી ત્રણ દર્દીઓ ઓક્સિજન હેઠળ બે દર્દી બાયપેપ પર અને પાંચ દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે. આજે નગરપાલિકા અને ગ્રામ પંચાયતની જુદી જુદી ટીમો દ્વારા પોઝીટીવ આવેલા દર્દીઓના મકાન અને આસપાસના વિસ્તાર અને માર્ગોને સેનેટાઈઝ કરી કન્ટેઈમેન્ટ કર્યા હતા. જ્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દર્દી અને તેના પરિવારજનો તેમજ તેમના સંપર્કમાં આવનાર લોકોના આરોગ્યનું પરીક્ષણ કર્યું હતું.

Related Posts