એસીબી એકશન મોડમાં : તાપી જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની લાંચ મામલે અટકાયત

વ્યારા : તાપી જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (Tapi District Primary Education Officer) તથા ઈન્ચાર્જ જીલ્લા શિક્ષણાધિકારી ભરત પટેલ (District Education Officer incharge Bharat Patel) સહિતનાં બે કર્મચારીઓની લાંચ (Bribery) પેટે આશરે રૂ. 10 લાખની ડીમાન્ડમાં શનિવારે સવારે આશરે 4:30 વાગેના અરસામાં ઘરેથી તાપી એસીબી એ બંનેની અટકાયત કરી (The ACB detained both) હતી. આ કામના ફરીયાદી ટ્રસ્ટ સંચાલીત વિદ્યાલયમાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. જે શાળામાં શિક્ષણ અધિકારી ભરત પટેલ એ આકસ્મિક મુલાકાત લઇ ઇન્સ્પેકશનમાં મુદ્દાઓની પુર્તતા માટે શાળાને નોટીસ આપી હતી. જેને રફેદફે કરવાં આ લાંચ ની રકમ માંગી (Solicited bribe amount) હોવાનું જાણવા મળ્યું છે.

એસીબી એકશન મોડમાં : તાપી જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની લાંચ મામલે અટકાયત

વીરપુર (Virpur) ની એક શાળાને આપેલ નોટીસનાં મુદ્દાઓની પુર્તતા શાળા તરફથી કરાતા ફરીથી અમુક મુદ્દાઓની પુર્તતા સાથે ફરીથી નોટીસ આ શિક્ષણ અધિકારી ભરત પટેલ દ્વારા ફરીયાદીની શાળાને મોકલવામાં આવી હતી. આ બાબતે ભરત પટેલ સાથે ફરિયાદી એ રૂબરૂમાં મુલાકાત કરી પુર્તતા અંગે ખુલાસો કરતા આ શિક્ષણ અધિકારી ભરત પટેલે નોટીસ અંગેની કાર્યવાહી દફતરે કરવા રૂપિયા ૧૦,૦૦,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી. આ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, તાપી એ.સી.બી. પો.સ્ટે. નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જેનાં આધારે ગત રોજ તા.૧૬/૧૦/૨૦૨૦ ના રોજ તાપી એસીબી પીઆઈ વી.એ.દેસાઈ (ACB PI V.A Desai) એ લાંચના છટકાનું આયોજન કર્યુ હતું.

એસીબી એકશન મોડમાં : તાપી જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની લાંચ મામલે અટકાયત

આ છટકા માં આ શિક્ષણ અધિકારી ભરત પટેલ સહિતનાં બંને એ લાંચની રકમ આપવા જણાવ્યું હતું. ફરીયાદી લાંચની રકમ લઇ રવિન્દ્ર પટેલ (Ravindra Patel) ને આપવા જતા તેને શંકા પડી હતી, જેથી લાંચની રકમ સ્વીકારી ન હતી. લાંચના છટકા દરમ્યાન એકત્રીત થયેલ પુરાવામાં બંને આરોપીઓ એ એક બીજાની મદદગારીમાં રૂપિયા ૧૦,૦૦,૦૦૦ની લાંચની માંગણી કરેલ હોવાથી ઉપરોક્ત બન્ને આરોપી વિરૂધ્ધમાં લાંચની માંગણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ બંને આરોપીઓ ને ડીટેઈન કરી એસીબી એ આગળ ની તપાસ હાથ ધરી છે.

આરોપી :

(૧) ભરતભાઇ મંગળભાઇ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી, જી.તાપી, વર્ગ- ૧
(૨) રવિન્દ્રકુમાર ઉર્ફે જીગો શંકરલાલ પટેલ, (ધોઢીયા પટેલ) કલાર્ક, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, વ્યારા, વર્ગ- ૩

Related Posts