આ વીડિયો પર ટ્રોલ થતા આમિરની દીકરી ઈરાએ ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ

મુંબઈ : ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ (Indian Film Industries) નો એક મોટો ચેહરો આમિર ખાન (Aamir Khan) જેની દીકરી ઈરા ખાન માટે સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણીઓ (Indecent comments on social media) કરવામાં આવી છે. જણાવી દઈએ કે ઈરા ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેયર કર્યો હતો. આ વીડિયોમાં ઈરા ખાન (Ira Khan) જણાવી રહી હતી કે તે 4 વર્ષોથી ડિપ્રેશન (Depression) માં હતી. ઈરાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપી વાયરલ થયો હતો અને ઈરાએ વાતનો ખુલાસો કરતા તેને ચાહકો પાસેથી સરાહના મળી તથા તેને ચાહકોએ બહાદૂર પણ ગણાવી હતી. તો બીજી તરફ અમુક લોકોએ તેના પર નફરત ભરેલા કમેન્ટ્સ કરી ટ્રોલ કરવાનો પ્રયાસ (Trying to troll by making hateful comments) કર્યો છે. જે બાદ ઈરા ખાને તેવા લોકોને જડબાતોડ જવાબ આપ્યો હતો.

આ વીડિયો પર ટ્રોલ થતા આમિરની દીકરી ઈરાએ ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ

ઈરાએ આ કમેન્ટ પર પ્રતિક્રિયા આપતા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરીમાં પોસ્ટ (Post in Instagram account story) કરીને લખ્યુ છે કે, જો મારા મેન્ટલ હેલ્થ પર તમે ખોટા કમેન્ટ કર્યા છે તો હું તમારા કમેન્ટને ડિલીટ કરી નાખીશ. તમે બીજી વાર કમેન્ટ કરશો તો હું તમને મારા પોસ્ટ પર કમેન્ટ એક્સેસથી હટાવી દઈશ. ઈરાએ તે સાથે એખ પોલ રિઝલ્ટ પણ શેયર કર્યો જેમાં તેને પૂછ્યું હતુ કે શું પોસ્ટથી નેગેટિવ કમેન્ટ મળ્યા છે તે ડિલિટ કરી દેવા જોઈએ.

આ વીડિયો પર ટ્રોલ થતા આમિરની દીકરી ઈરાએ ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ

ઈરા ખાને જે વીડિયો પોસ્ટ કર્યો હતો તેમાં તે પોતાના મેન્ટલ હેલ્થ (Mental health) વિશે વિસ્તારથી વાત કરી રહી હતી. તેણે વીડિયોમાં કહ્યુ કે, હેલો હું ડિપ્રેસ્ડ છું અને ગત ચાર વર્ષોથી છુ તથા હું ડોક્ટરની સલાહ (Doctor’s advice) પણ લઈ રહી છુ અને પહેલાથી ઘણી સારી થઈ ચૂકી છું. પાછલા ઘણા સમયથી હું મેન્ટલ હેલ્થ પર કંઈક કરવા ઈચ્છતી હતી. પરંતુ સમજ નથી પડી રહી હતી કે શું કરુ. પછી મે વિચાર્યુ કે હુ તમને મારા સાથે પ્રવાસે લઈ જવું, જોઈએ શું થાય છે. ઈરાને અભદ્ર ટિપ્પણી કરવારાઓને સારો એવો જવાબ આપ્યો છે અને ટ્રોલિંગ કરનારાઓને જડબાતોડ જવાબ (A scathing response to trolls) આપીને ચૂપ કર્યો છે.

Related Posts