SURAT

સુરતના યુવકની કાર જોઈ દિલ્હીવાસીઓ આશ્ચર્યમાં મુકાયા

સુરત: (Surat) સુરતના યુવક અને તેની કાર જોઈ દિલ્હીવાસીઓ આશ્ચર્યમાં મુકાયા છે. ખરેખર તો સુરતનો યુવક પોતાની કારમાં બાયરોડ દિલ્હી (Delhi) ગયો છે. બાયરોડ દિલ્હી જવું મોટી વાત નથી, પરંતુ યુવકે જે રીતે કારને સજાવી છે તે જોઈ લોકોની વચ્ચે યુવક અને તેની કારનું આકર્ષણ ઉભું થયું છે.

  • સુરતના સિદ્ધાર્થ દોશીએ G20 સમિટ થીમ પર કાર સજાવી
  • સુરતથી દિલ્હી સુધીનું અંતર પોતાની કારમાં કાપ્યું
  • G20 સમિટની ભારતમાં યજમાની અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા સિદ્ધાર્થ દોશીનો અનોખો પ્રયાસ

સુરતના આ યુવકનું નામ સિદ્ધાર્થ દોશી છે. સિદ્ધાર્થ દોશી એક અવેરનેસ કેમ્પેઈન માટે બાયરોડ દિલ્હી ગયા છે. સિદ્ધાર્થ દોશીએ G20 સમિટના (G20 Summit In India) મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા માટે G20 થીમ આધારિત ફિલ્મ-સ્ટીકરથી પોતાની જગુઆર કારને શણગારી છે. સિદ્ધાર્થે જી-20 થીમ્સથી શણગારેલી પોતાની જગુઆર કારને સુરતથી દિલ્હી સુધી જાતે ચલાવી ગયા હતા. સિદ્ધાર્થ દોશી લોકોમાં એ મેસેજ આપવા માંગતો હતો કે, ભારત દ્વારા G-20 સમિટનું આયોજન કરવું એ તમામ દેશવાસીઓ માટે ગૌરવની ક્ષણ છે.

તમને જણાવી દઈએ કે ગઈ તા. 1 ડિસેમ્બર, 2022 ના રોજ ઇન્ડોનેશિયા પાસેથી ભારતે G20 અધ્યક્ષપદ મેળવ્યું હતું. ચાલુ વર્ષે G20 નેતાઓની સમિટ ભારતમાં પ્રથમ વખત યોજાશે. ત્યારે આ ગૌરવશાળી ક્ષણ અંગે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી સુરતનો સિદ્ધાર્થ દોશી પોતાની જગુઆર કારને ભારતની G20 પ્રેસિડેન્સી-થીમ આધારિત ફિલ્મોથી સજાવી છે.

એક રિપોર્ટમાં સિદ્ધાર્થ દોશીએ કહ્યું કે ભારત દ્વારા G20 જૂથની યજમાની કરવી એ તમામ દેશવાસીઓ માટે ગૌરવની પળ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાહક સિદ્ધાર્થ દોશીએ જી20 ના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા સુરતથી દિલ્હી સુધી G20 પ્રેસિડેન્સી થીમ ફિલ્મોથી શણગારેલી જગુઆર કાર ચલાવી હતી. દોશીએ કહ્યું કે, G20 થીમ પર કાર સજાવી મારો સરળ સંદેશ એ છે કે લોકો દેશનું મહત્વ સમજે.

વીડિયો જોવા અહીં ક્લીક કરો

તમને જણાવી દઈએ કે આ પહેલા તેમણે આઝાદીના 75માં વર્ષ ‘સ્વતંત્રતાના અમૃત મહોત્સવ’ની થીમ પર પોતાની કારને શણગારી હતી. દોશીએ કહ્યું કે ગયા વર્ષે અમે આઝાદીના 75મા વર્ષની ઉજવણી નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવમાં કારને શણગારી હતી, આ વખતે અમે જાગૃતિ સંદેશ માટે અમારી કારને G20 કલરથી સજાવી છે અને અમને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

Most Popular

To Top