જમ્મુ-કાશ્મીર: પાકિસ્તાન બોર્ડર પર આવેલા સાંબામાં ટનલ મળી, નગરોટામાં માર્યા ગયેલા આતંકીઓ અહીંથી આવ્યા હોવાની શક્યતા

જમ્મૂ કાશ્મીર (Jammu and Kashmir)ના સામ્બા સેક્ટર (Samba Sector)માં સુરક્ષાબળોએ પાકિસ્તાનની તરફ આંતરરાષ્ટ્રીય સીમા પાસે એક 150 મીટર ઉંડી ટનલ (Tunnel)ને શોધી કાઢી છે. ત્યારબાદથી જ જમ્મૂ કાશ્મીર પોલીસ અને બીએસએફના તમામ મોટા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. આ સુરંગ રિગાલ વિસ્તારમાં મળી છે. સાંબા જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ પર 30થી 40 મીટર લાંબી સુરંગ મળી છે. (BSF) બીએસએફના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન તેને જોઈ હતી. જમ્મુમાં BSF ના IG એનએસ જામવાલે કહ્યું હતું કે ઈન્ટરનેશનલ બોર્ડર પર આ સુરંગનું મળવું એ સ્પષ્ટ કરે છે કે પાકિસ્તાનની સેના આતંકવાદીઓની મદદ કરી રહી છે.

જમ્મુ-કાશ્મીર: પાકિસ્તાન બોર્ડર પર આવેલા સાંબામાં ટનલ મળી, નગરોટામાં માર્યા ગયેલા આતંકીઓ અહીંથી આવ્યા હોવાની શક્યતા

અધિકારીઓએ કહ્યું કે શુક્રવારથી સરહદ પર એન્ટિ ટનલિંગ ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત સરહદ પર આવી ગેરકાયદેસર ટનલ શોધી કાઢવામાં આવી રહી છે. બીએસએફની સાથે સેના અને પોલીસ જવાનો પણ આમાં સામેલ છે. ભારતીય સુરક્ષા એજન્સીઓને માહિતી મળી છે કે અફઘાનિસ્તાનથી અમેરિકાની સેનાને હટાવવા અને તાલિબાનના પુનરુત્થાન બાદથી જૈશ-એ-મોહમ્મદના આતંકી ઝડપથી જમ્મુ-કાશ્મીરમાં એક્ટિવ થઈ રહ્યા છે. સૂત્રો મુજબ, 14 વિશેષ રૂપથી પ્રશિક્ષિત આતંકવાદીઓને ગુજરાંવાલાના રસ્તે ભારતમાં ઘૂસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

જમ્મુ-કાશ્મીર: પાકિસ્તાન બોર્ડર પર આવેલા સાંબામાં ટનલ મળી, નગરોટામાં માર્યા ગયેલા આતંકીઓ અહીંથી આવ્યા હોવાની શક્યતા

કહેવામાં આવી રહ્યું છે કે શુક્રવારે સાંજે લગભગ 6 વાગે પાકિસ્તાન તરફથી 2 ડ્રોન આંતરરાષ્ટ્રીય સીમા પાર કરતાં ભારતીય સીમામાં ઘૂસ્યા હતા. જેને બીએસએફના જવાનોએ ગોળીબારી કરી કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. પરંતુ ડ્રોન પાકિસ્તાન તરફ ભાગવામાં સફળ રહ્યા. આ ઘટના બાદ બોર્ડર પર જવાન નજર રાખી રહ્યા છે. અને આ દરમિયાના સુરક્ષાબળોએ સુરંગ શોધી કાઢી છે. જોકે પાકિસ્તાન દ્વારા સતતત ભારતમાં ઘૂસણખોરીના નિષ્ફળ કાવતરા રચી રહ્યા છે. ક્યારે ડ્રોન દ્વારા તો ક્યારે મોટી માત્રામાં હથિયારો સાથે આતંકવાદીઓને ભારતમાં દાખલ કરવા પાકિસ્તાનની કાવતરાના પુરાવા છે. પરંતુ ભારતીય સુરક્ષાબળોની નજર દરેક તરફ પાકિસ્તાનના નાપાક ઇરાદાઓ પર પાણી ફેરવી દે છે. અને હવે અધિકારીઓએ સુરંગને પણ શોધી કાઢી છે.

ઇન્ટેલિજન્સ એજન્સીઓ મુજબ, નગરોટા એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા જૈશના તમામ ચાર આતંકીઓને કમાન્ડો ટ્રેનિંગ આપવામાં આવી હતી. માર્યા ગયેલા આતંકી શકરગાહમાં સાંબા સરહદ પર જૈશના શિબિરથી 30 કિલોમીટર પગપાળા ચાલીને આવ્યા હતા. ત્યારબાદ જટવાલ સ્થિત પિકઅપ પોઇન્ટ સુધી પહોંચ્યા હતા. નોંધનીય છે કે સાંબાના કઠુઆ સુધીનો રસ્તો 6 કિલોમીટરનો છે. એવામાં એવું કહી શકાય છે કે આતંકવાદી રાતના અંધારામાં જ ભારતમાં ઘૂસી ગયા હતા.

Related Posts