World

આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બને તે ભારતના મજબૂત લોકતંત્રનો પૂરાવો : જો બાઇડન

નવી દિલ્હી: ભારત(India) 15મા રાષ્ટ્રપતિ(President) તરીકે પદગ્રહણ કરનાર દ્રોપદી મુર્મુ(Draupadi Murmu)ને સમગ્ર વિશ્વ(World)માંથી શુભકામનાઓ(Congratulations) મળી રહી છે. અમેરિકા(America)ના રાષ્ટ્રપતિ જો બાઇડ(Joe Biden)ને પણ તેમને શુભેચ્છા સંદેશ(Good Wishes) મોકલ્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે, એક આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચે તે જ ભારતના મજબૂત લોકતંત્રનું પ્રમાણ છે. તેમની જે રીતે નિમણૂક થઇ છે તે દર્શાવે છે કે, જન્મ જ નહીં વ્યક્તિના પ્રયત્ન તેની કારકિર્દી નક્કી કરે છે. તો બ્રિટન(Britain)ના વડાપ્રધાન(Prime Minister) બોરિસ જોન્સ(Boris Jones)ને કહ્યું છે કે, દ્રોપદી મુર્મુ રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યા તે તેમના ઉચ્ચ વ્યક્તિત્વનું પરિણામ છે અને આ માટે તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને કહ્યું હતું કે, મુર્મુને રાષ્ટ્રપતિ બનવા બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ. મહિલાઓને તેમનામાંથી ખૂબ જ પ્રેરણા મળશે. સૌથી નવાઇની વાત તો એ છે કે, પાકિસ્તાનના અખબારોમાં પણ તેમના ભરપૂર વખાણ કરવામાં આવ્યા છે.

2024માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે, પાકિસ્તાની સમાચારોનો અહેવાલ
પાકિસ્તાનના અંગ્રેજી અખબાર ડોને લખ્યું છે કે, 15મા રાષ્ટ્રપતિ તરીકે મુર્મુ ચૂંટાઇ આવતા 2024માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તેવી પૂરેપૂરી શક્યતા છે. આ અખબારમાં વધુમાં લખવામાં આવ્યું છે કે, મુર્મુ આદિવાસી સમુદાયમાંથી આવે છે સાથે જ તે બીજા મહિલા રાષ્ટ્રપતિ બન્યાં છે. ભારતની 140 કરોડની વસ્તીમાં માત્ર આઠ ટકા જ આદિવાસી છે. તેમના સમુદાયમાંથી રાષ્ટ્રપતિની નિમણૂક થતાં ભાજપને આ વર્ગના પણ મતો મળશે. મુર્મુને લો-પ્રોફાઇલ રાજકારણી ગણવામાં આવે છે. તેમને ગહન આધ્યાત્મિક અને બ્રહ્માકુમારીઓની ધ્યાન તક્નિકોની ઊંડી અભ્યાસી હોવાનું માનવામાં આવે છે. 2009-2015ની વચ્ચે માત્ર છ વર્ષમાં દ્રોપદી મુર્મુએ તેના પતિ, બે પુત્રો, માતા અને ભાઈને ગુમાવ્યા બાદ તેમના જીવનમાં આમુલ પરિવર્તન આવ્યું હતું. ફેબ્રુઆરી 2016માં દૂરદર્શનને આપેલા એક ઇન્ટરવ્યુમાં મુર્મુએ પોતાના જીવનના એ ઊથલપાથલ સમયગાળાની એક ઝલક આપી હતી. ત્યારે તેણીએ 2009માં તેના પુત્રને ગુમાવ્યો હતો.મુર્મુએ કહ્યું હતું કે, ”હું બરબાદ થઈ ગઈ હતી અને ડિપ્રેશનથી પીડાતી હતી. મારા પુત્રના મૃત્યુ બાદ મારી રાત્રિની નિંદ્રા હરામ થઈ ગઈ હતી. જ્યારે મેં બ્રહ્માકુમારીની મુલાકાત લીધી ત્યારે મને સમજાયું કે મારે મારા બે પુત્રો અને પુત્રી માટે આગળ વધવું પડશે અને મારે જીવવું પડશે.”

આ વિધાનસભામાંથી દ્રોપદી મુર્મુને મળ્યા સુથી વધુ વોટ
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતના પ્રથમ આદિવાસી અને સૌથી યુવા પ્રમુખ તરીકે સુયોજિત, મુર્મુને ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર વિધાનસભામાંથી સૌથી વધુ મત મળ્યા હતા, જ્યારે સિંહાને પશ્ચિમ બંગાળ અને તમિળનાડુમાંથી તેમનો સૌથી મોટો હિસ્સો મળ્યો હતો. આંધ્ર પ્રદેશના શાસક અને વિપક્ષ બન્ને ધારાસભ્યોના મત મુર્મુને મળ્યા હતા. બીજી બાજુ, સિંહાએ કેરળના ધારાસભ્યોના તમામ મતો વટાવ્યા હતા. કારણ કે, શાસક ડાબેરી અને વિપક્ષ કોંગ્રેસ બંનેએ તેમને ટેકો આપ્યો હતો. મુર્મુને સિક્કિમ અને નાગાલેન્ડ વિધાનસભામાંથી પણ તમામ વોટ મળ્યા હતા.

Most Popular

To Top