રાજકોટમાં શુક્રવારે આટલી તીવ્રતાનો ભૂકંપ અનુભવાતા લોકોમાં ફફડાટ

રાજકોટ : છેલ્લા થોડા દિવસથી ફરી ધરતીમાં ભૂકંપ લાઈન સક્રિય થઈ ગઈ છે. ત્યારે શુક્રવારે બપોરે 1.25 વાગ્યે રાજકોટમાં ભૂકંપ (Earthquake in Rajkot) આવતાં લોકોમાં ભય વ્યાપી ગયો હતો. રાજકોટથી 27 કિ.મી. દૂર ગુંદાળા પાસે બામણબોર પાસેના જાલીડી (Jalidi) અને જેપુર ગામ (Jepur village) વચ્ચે પ્રભુ ફાર્મ પાસે આ ભૂકંપનું એપી સેન્ટર (Earthquake AP Center) હોવાનું સત્તાવાર સૂત્રો પાસેથી માહિતી મળી હતી. રાજકોટ કલેક્ટર રેમ્યા મોહન (Collector Remya Mohan) ના જણાવ્યા પ્રમાણે 1:25 વાગ્યે ધરતીકંપના આંચકાની નોંધ લેવાઈ છે. જેનું એપી સેન્ટર રાજકોટથી 27 કિ.મી. દૂર પ્રભુ ફાર્મ પાસે છે. બેની તીવ્રતાનો ભૂકંપ હતો. અમે સમગ્ર વિસ્તારમાં મામલતદારો અને ડેપ્યુટી કલેક્ટર (Deputy Collector) ને જાણ કરવા અને જાનમાલની નુકસાની હોય તો તાત્કાલિક રિપોર્ટ કરી કામગીરીમાં જોતરાઈ જવા સૂચના આપી દીધી છે એવું કલેક્ટરે જણાવ્યુ હતુ.

રાજકોટમાં શુક્રવારે આટલી તીવ્રતાનો ભૂકંપ અનુભવાતા લોકોમાં ફફડાટ

થોડા સમય પહેલાં પણ રાજકોટમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેનું એપી સેન્ટર લોઠડા પાસે હતું. આ વખતે તીવ્રતા ઓછી હોવાથી રાજકોટવાસીઓને અસર થઇ નથી. પરંતુ ભયનું વાતાવરણ ફેલાયું હતું. જુલાઈ માસમાં પણ રાજકોટ નજીક ધરતીકંપનો મોટો આંચકો અનુભવાયો હતો જેનાં ભયથી લોકો સવારે પોતાનાં ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. હાલ થોડાક દિવસોમાં પણ ઘણી વાર ભૂકંપનાં આંચકાઓ અનુભવાયા છે. જુલાઈ માસમાં રાજકોટથી 19 કિમી દક્ષિણ- દક્ષિણ પૂર્વમાં રિક્ટર સ્કેલ પર 4.8 તીવ્રતાનો ધરતીકંપનો આંચકો આવ્યો હતો. જેના પગલે લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા. જોકે આ વખતે ઓછી તીવ્રતા વાળો ભૂકંપ હોવાના કારણે જાનમાલની તથા સંપત્તિ મામલે કોઈ નુકસાનની માહિતી સામે આવી નથી.

રાજકોટમાં શુક્રવારે આટલી તીવ્રતાનો ભૂકંપ અનુભવાતા લોકોમાં ફફડાટ

આ વર્ષે રાજકોટમાં ઘણી વાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે જો કે આ વખતે ઓછી તીવ્રતા વાળો ભૂકંપ હોવાના કારણે આંચકાની અનુભૂતિ ઓછી થઈ હતી તથા ભૂકંપનું એપી સેન્ટર રાજકોટથી 27 કિલોમીટર દૂર હતો. રાજકોટમાં અગાઉ પણ ભૂકંપ આવ્યો હતો જેનું એપી સેન્ટર લોઠડાની પાસે હતુ. જણાવી દઈએ કે 2020માં દેશ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. એક તરફ કોરોના જેવી ગંભીર મહામારી જેમાં દરરોજ કુલ કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે જો કે હાલ કોરોનાની ગતિ ધીમી પડી છે પરંતુ કેસો તો નવા સામે આવી જ રહ્યા છે એવામાં ગુજરાતનાં સૌરાષ્ટ્રમાં ભૂકંપ લોકોમાં ભયની લાગણી ઉભી કરવા માટે પૂરતો છે તથા આ ભૂકંપની તીવ્રતા ઘણી ઓછી હતી.

Related Posts