વડોદરા : શહેરના માંડવી રોડ પર જાની શેરીમાં દુકાનમાં ગેસ બોટલ લીકેજ થવાના કારણે આગ લાગતા શોર્ટ સર્કિટથી વધુ આગ પ્રસરતાં ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો 30 મિનિટની જ્યારે ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી જાનહાનિ થઈ નથી. શહેરના માંડવી વિસ્તારમાં ઘડિયાળી પોળ જાની શેરીમાં શ્રી હરિ રોડિયમ સોની ની દુકાન આવેલી છે બપોરના સમયે ગેસ લિકેજ થવાથી આગ વાયરો માં લીકેજ થતાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી.
આગ વધુ દુકાનમાં પ્રસરતા દુકાનના માલસામાન ફર્નિચર બળીને ખાખ થઇ ગયું હતું .ફાયર બ્રિગેડની ટીમ સાંકડી ગલીમાં પહોંચી ગઈ હતી પાણીનો મારો ચલાવીને 30 મિનિટ બાદ આગને કાબૂમાં મેળવી હતી. જાની શેરી સાંકડી ગલી હોવાથી ફાયર બ્રિગેડને આપવામાં ખૂબ તકલીફ પડી હતી .આગની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો .આગ બીજી દુકાન માં ના ફેલાય તેને લઈને ફાયર બ્રિગેડ તાત્કાલિક ધોરણે આગ ને કાબુ માં કરી લીધી હતી જોકે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ દુકાનનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.