દુનિયામાં એક જ દિવસમાં રેકોર્ડબ્રેકિંગ 3.07 લાખ નવા કેસ ઉમેરાયા

જીનિવા (Geneva): વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (World Health Organisation -WHO) ના જણાવ્યા અનુસાર, વિશ્વમાં કોરોનાવાયરસના કેસોમાં ગઇકાલે સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં દુનિયાભરમાં 307,930 નવા કેસ નોંધાયા છે. નવો રેકોર્ડ ફક્ત બીજી વખત છે જ્યારે 6 સપ્ટેમ્બરના રોજ 3,00,000 કેસોનો ઉમેરો થયો હતો. જો કે, તે દિવસે 3,06,857 કેસો નોંધાયા હતા જેનો રેકોર્ડ 14 સપ્ટેમ્બરના રોજ તૂટ્યો છે. નવા કેસોમાં ભારત 94,371 કેસો સાથે લગભગ ત્રીજા ભાગનુ યોગદાન આપ્યુ છે. સવાસો કરોડની વસ્તી ધરાવતા ભારતમાં કોવિડ-19 કેસોમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ (US) અને બ્રાઝિલ (Brazil) બંનેમાં હજારો નવા કેસનો ઉમેરો થયો છે.

How novel coronavirus is changing the world | Deccan Herald

જો કે, ડબ્લ્યુએચઓ દ્વારા ગણવામાં આવેલા 5,537 મૃત્યુ એપ્રિલના મધ્યમાં, જ્યારે પશ્ચિમ યુરોપમાં (Western Europe) વાયરસના સૌથી ઘાતક હતો, ત્યારે રેકોર્ડ 12,430થી ઘણુ ઓછુ રહ્યો છે. ડબ્લ્યુએચઓ દ્વારા મે ના મધ્યમાં પ્રથમ દિવસે દરરોજ 100,000 કેસ નોંધાયા બાદ વાયરસ યુરોપ અને ઉત્તર અમેરિકામાં હાહાકાર મચાવી રહ્યો હતો અને બ્રાઝિલમાં વિનાશ સર્જાવાનુ શરૂ કર્યુ હતુ. 200,000 નો આંકડો પહેલી વાર 3 જુલાઇએ પહોંચ્યો હતો, ત્યાં સુધીમાં ભારતે (India) એવા કેસોમાં ભયજનક વૃદ્ધિ જોવાનુ શરૂ કરી રહ્યુ હતુ.

Global: Progressives need to imagine a better post-corona world | IPS  Journal

બીજી બાજુ ભારતમાં કોરોનાના કેસો 49 લાખને પાર અને મોતનો આંકડો 80,000ને પાર થયો છે. રાજ્યોએ જાહેર કરેલા આંકડા રાત્રે 9 વાગે મેળવતા વધુ 79358 કેસો સાથે કુલ કેસો 4915546 થયા છે. રિકવરી વધીને 3845594 થઈ છે જ્યારે વધુ 1063 મોત સાથે કુલ મોત 80707 થયા છે. સવારે 8 વાગ્યે અપડેટ કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે કુલ કોરોનાવાયરસ કેસ 92,071ના નવા કેસોના ઉમેરા સાથે 48, 46,427 પર પહોંચી ગયો છે, જ્યારે મૃત્યુની સંખ્યા, 79,222 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 1136 લોકો આ ચેપનો ભોગ બન્યા છે. કોરોનાવાઈરસ ચેપને કારણે કોવિડ -19 કેસની મૃત્યુદર વધુ ઘટીને 1.64 ટકા થઈ ગયો છે.

The World Is Not Coming To An End | Drifter's Guide to the Planet

ભારતમાં કોવિડ-19 કેસોએ 7 ઑગસ્ટના રોજ 20 લાખનો આંકડો પાર કર્યો હતો, 23 ઑગસ્ટના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બરના રોજ તે 40 લાખને વટાવી ગયો હતો.ICMR ના જણાવ્યા અનુસાર દેશમાં રવિવારે 9,78,500 નમૂનાઓ સાથે 13 સપ્ટેમ્બર સુધીના કુલ 5,72,39,428 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યુ છે.

Related Posts