Science & Technology

‘બોલો, તમારે મરવું છે?, અહીં 1 મિનીટમાં પીડારહિત મૃત્યુ મળે છે’, સ્વિત્ઝરલેન્ડના વૈજ્ઞાનિકે બનાવ્યું ‘ડેથ મશીન’

‘ભગવાન મને ઊંઘમાં જ ઉપાડી લે તો કેટલું સારું..’ ‘બસ, હવે તો શાંતિથી મરી જવું છે.’ આપણી આસપાસ રહેતાં વડીલોને ઘણીવાર આવા વાક્યો બોલતા આપણે સાંભળતા હોઈએ છીએ. અસાધ્ય બિમારીથી પીડાતા વડીલો આવું બોલે ત્યારે તેમને આપણે આશ્વસન આપીએ કે હરીની ઈચ્છા હોય અને વિધાતાએ લખ્યું હોય તે રીતે જ મોત મળે. પણ હવે એવું નથી. આમ તો ઈચ્છા મૃત્યુની સરકાર કે કાયદો પરવાનગી આપતું નથી પરંતુ જો કોઈ કારણોસર ઈચ્છામૃત્યુને સરકાર અને કાયદાએ મંજૂરી આપી હોય તો તેવા કિસ્સામાં ઈચ્છામૃત્યુ માંગનાર વ્યક્તિને પીડારહિત મૃત્યુ મળે તેવી શોધ વૈજ્ઞાનિકોએ કરી છે. હા, વિશ્વાસ નહીં આવે પરંતુ અવનવું શોધતા આપણા વૈજ્ઞાનિકોએ પીડારહિત મશીનની શોધ કરી છે.

આ કારનામું સ્વિત્ઝરલેન્ડના વૈજ્ઞાનિકોએ કર્યું છે. સ્વિટ્ઝલેન્ડમાં (Switzerland) કરવામાં આવી એક નવા મશીનની (Machine) શોધ કે જેના દ્વારા ઈચ્છામૃત્યુ (Euthanasia) ઈચ્છનારને મળી શકશે પીડારહીત મૃત્યું (Death). ડૉ. ફિલીપ નિત્શકેને લોકોને પીડારહિત મૃત્યુ આપવામાં બહુ મજા પડતી હોય તેમ લાગે છે. કારણ કે આ પીડારહિત મૃત્યુ મશીનની શોધ કરનાર ડો. ફિલીપનું ઉપનામ ડોક્ટર ડેથ છે. નવાઈની વાત એ છે કે ડો. ફિલીપ ઉર્ફે ડોક્ટર ડેથ એ બનાવેલા ડેથ મશીનને (Death Machine) કાયદાએ મંજૂરી પણ આપી દીધી છે. મનમાં સહજ સવાલ થાય કે આ ડેથ મશીન કેવું છે. તો પહેલાં તો જણાવી દઈએ કે આ ડેથ મશીનનું નામ સરકો છે. સરકોફેગસ તરીકે પણ આ મશીન ઓળખાય છે. આ મશીનનો આકાર શબપેટી-કોફીન જેવો હોય છે અને તેમાં જીવતા માણસને સુવડાવવામાં આવે તેની 1 જ મિનીટમાં તેના રામ રમી જાય છે એટલે કે તેનું મૃત્યું થઈ જાય છે. ખરેખર તો આ ડેથ મશીનમાં ઓક્સિજનનું સ્તર ખૂબ જ ઓછું હોય છે. જેના લીધે અંદર સૂતેલો માણસ શ્વાસ લઈ શકતો નથી અને 60 સેકન્ડમાં મોત થાય છે. આ મશીનને લોકો સુસાઈડ મશીન તરીકે પણ ઓળખે છે.

આ કોફીન જેવું મશીન અંદર બેસીને પણ ઓપરેટ કરી શકાય છે. આ મશીન એવા દર્દીઓ માટે મદદરૂપ છે કે જેઓ બિમારીને કારણે બોલી શકતા નથી અથવા પથારીમાંથી હલી પણ શકતા નથી કે જે અસહ્ય હોય છે. આ મશીનના ઉપયોગ કરનાર વ્યકિતમાં હાયપોક્સિયા અને હાઈપોકેપનિયાની સ્થિતિ સર્જાય છે એટલે કે, તે વ્યક્તિના પેશીઓમાં ઓક્સિજનનો પૂરતો પુરવઠો મળી રહેતો નથી તેમજ લોહીમાં કાર્બન ડાયોક્સાઇડની અછત સર્જાતા માણસ મૃત્યુને ભેટે છે. આ મશીન કબર તરીકે કામ કરે છે કારણ કે બાયોડિગ્રેડેબલ કેપ્સ્યુલ શબપેટી તરીકે સેવા આપવા માટે મશીનના પાયાથી પોતાને અલગ કરી શકે છે.

આ સમગ્ર પ્રક્રિયાનો સમય એક મિનિટ કરતાં પણ ઓછો હોય છે. તે વ્યક્તિને પ્રમાણમાં શાંતિપૂર્ણ અને પીડારહિત મૃત્યુ આપે છે. જરૂયાતમંદને આત્મહત્યા કાયદેસર હોય તેવા દેશોમાં ઓછામાં ઓછી પીડા સાથે વ્યક્તિ ઝડપથી મૃત્યુ પામે છે. આ મશીન માટે આકરી ટીકા પણ થઈ રહી છે. આ મશીન આત્મહત્યાને પ્રોત્સાહન આપશે. તેમજ આ મશીનનો ખોટી રીતે પણ ઉપયોગ થઈ શકશે. સ્વિટ્ઝલેન્ડમાં મદદ સાથે આત્મહત્યા કરવી કાયદેસર ગણાય છે. જયારે ભારત સહિત ઘણા દેશોમાં આત્મહત્યાને ગેરકાયદેસર તેમજ પાપ માનવામાં આવે છે.

Most Popular

To Top