India

25 વર્ષના જાહેર જીવનનો પડાવ: PM મોદીએ કહ્યું‘હવે વિકસિત ભારત માટે સાથે મળીને કરીશું’We Will Do it

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના વડા તરીકે સતત 25 વર્ષ પૂર્ણ કર્યા છે. 7 ઓક્ટોબર 2001ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારથી તેઓ સતત સરકારના વડા તરીકેની જવાબદારી નિભાવતા આવ્યા છે. 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે વડાપ્રધાને દેશવાસીઓનો આભાર વ્યક્ત કરતાં આગામી લક્ષ્ય તરીકે 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.વડાપ્રધાન મોદીએ ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ને સંબોધતા પોતાના 25 વર્ષના જાહેર જીવનને યાદ કર્યું. તેમણે કહ્યું કે 7 ઓક્ટોબર 2001ના રોજ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધી હતી ત્યારે સતત 25 વર્ષ સુધી સરકારના વડા તરીકે સેવા આપવાનો આ પડાવ આવશે તેવી કલ્પના નહોતી. તેમણે આ સફરને જનતાના સતત આશીર્વાદ અને વિશ્વાસનું પરિણામ ગણાવી દેશવાસીઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો.

મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે તેમના જીવનની દરેક ઘટના તેમને કંઈક શીખવી ગઈ છે. જીતે તેમને વિનમ્ર રહેવાનું શીખવ્યું,જ્યારે મુશ્કેલીઓ અને પરાજયે ફરી ઊભા થવાની શક્તિ આપી. શુભેચ્છકોના પ્રોત્સાહનથી આગળ વધવાની પ્રેરણા મળી અને ટીકાકારોએ આત્મમંથન કરવાની તક આપી. તેમના જણાવ્યા મુજબ દરેક સંકટે ધૈર્યની કસોટી કરી અને દરેક સફળતાએ જવાબદારી વધારી.વડાપ્રધાને છેલ્લા 25 વર્ષ દરમિયાન યોજાયેલી અનેક વિધાનસભા અને લોકસભા ચૂંટણીઓનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે જનતાએ વારંવાર તેમને સેવા કરવાની તક આપી છે. પ્રસંગે તેમણે ભારતના લોકતંત્ર, બંધારણ, ભાજપ, NDAના સાથી પક્ષો,મંત્રીઓ તથા લોકશાહીમાં વિશ્વાસ ધરાવતા રાજકીય સાથીઓનો આભાર વ્યક્ત કર્યો.આ પ્રસંગે વડાપ્રધાન મોદી બુધવારે દિલ્હીના સરોજિની નગર સ્થિત શ્રી વિનાયક મંદિરે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પૂજા અને આરતી કરી. તેમણે દેશ અને 140 કરોડ ભારતીયોની સુખાકારી માટે પ્રાર્થના કરી અને પોતાને દેશની વધુ સેવા કરવા માટે શક્તિ અને સામર્થ્ય મળે તેવી પ્રાર્થના કરી.

મોદીના 25 વર્ષના રાજકીય સફરની શરૂઆત ગુજરાતથી થઈ હતી. તેઓ 12 વર્ષથી વધુ સમય સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા અને ત્યારબાદ 2014માં વડાપ્રધાન બન્યા. 2019 અને 2024માં પણ તેઓ વડાપ્રધાન તરીકે ચૂંટાયા. દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા જનધન ખાતાં, આવાસ, PM-કિસાન, GST, UPI અને ડિજિટલ પેમેન્ટ સહિત વિવિધ યોજનાઓ તથા પહેલોને પોતાની સિદ્ધિઓ તરીકે રજૂ કરવામાં આવી છે.25 વર્ષની આ સફરને આગળ વધારતા હવે ‘વિકસિત ભારત@2047’નું લક્ષ્ય કેન્દ્રમાં છે. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું‘અમે કરીને રહીશું… We Will Do It.’ એટલે કે આગામી વર્ષોમાં ભારતને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાના લક્ષ્ય સાથે આગળ વધવાનો સંદેશ આપવામાં આવ્યો છે.દરમિયાન ભાજપ અને NDAના સહયોગી પક્ષો દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ રક્તદાન કેમ્પ, સ્વચ્છતા અભિયાન, પ્રદર્શનો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને જનસેવા સાથે જોડાયેલી વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે.

Most Popular

To Top