ચીન સાથેની વાતચીતમાં ઘણી બધી બાબતો ગુપ્ત: એસ જયશંકર

નવી દિલ્હી : વિદેશ મંત્રી એસ જયશંકરે (External Affairs Minister S Jaishankar) કહ્યું છે કે, ભારત અને ચીન વચ્ચે લડાખ સ્થિત એલએસી પર ચાલી રહેલા તણાવ (Ongoing stress on the LAC) ને લઇને વાતચીત જારી છે અને બંને પક્ષો વચ્ચે એવું થઇ રહ્યું છે જે ઘણું ગુપ્ત છે. એક ઓનલાઇન કોન્કલેવ (Online Conclave) દરમિયાન વિદેશ મંત્રી સાથે હાલના સમયમાં ચીન સાથે વધી રહેલા તણાવ અંગે સવાલો કરવામાં આવ્યા હતા, તેમાં તેમણે કશુંક છુપાવવાનો પ્રયાસ કર્યો હોય એમ કહ્યું કે, વાતચીત ચાલે છે અને વર્ક ઇન પ્રોગ્રેસ છે. ઓનલાઇન સેશન દરમિયાન જયશંકરે એ પણ કહ્યું કે, એલએસી પર આ સમયે જે રીતે સેના તેનાત છે, તેવા ઉદાહરણો તમને પહેલા જોવા નહીં મળ્યા હોય.

ચીન સાથેની વાતચીતમાં ઘણી બધી બાબતો ગુપ્ત: એસ જયશંકર

તેમણે કહ્યું કે, હું સાર્વજનિક રીતે આના પર કશું વધારે બોલી નહીં શકું, જાહેર છે કે આ વાત પર હું કોઇ પૂર્વાનુમાન ન લગાવી શકું. તિબ્બતની સ્થિતિ અને એલએસી પર ચાલી રહેલા વિકાસ કામો પર જયશંકરે પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, મને નથી લાગતું કે આ મુદ્દાઓ પર આવવું જોઇએ જેનો લડાખમાં ચાલી રહેલી સ્થિતિ સાથે કોઇ લેવા દેવા ન હોય. જયશંકરે કહ્યું કે, ભારત અને ચીન વચ્ચે 1993માં શાંતિ બનાવી રાખવા માટે જે કરારો થયા છે તે સમજૂતીઓ બાદ સંબંધો સુધર્યા છે. પાછલા 30 વર્ષમાં આપણે એવા સંબંધો બનાવ્યા છે જેનાથી શાંતિ અને સદભાવ કાયમ રહે. વિદેશ મંત્રીએ કહ્યું કે, 1993માં જે સમજૂતીઓ પર હસ્તાક્ષર થયા છે તેનું સન્માન ન થાય અને એલએસી પર શાંતિ સુનિશ્ચિત નથી થતી તો આ બંને દેશો વચ્ચે સ્થિતિ બગડવાનું કારણ બનશે.

ચીન સાથેની વાતચીતમાં ઘણી બધી બાબતો ગુપ્ત: એસ જયશંકર

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તનાવ (Ongoing tensions between India and China) માં સ્થિતિ ત્યારે બગડી જ્યારે ગલવાન ઘાટીમાં ચીની સૈનિકોને પાછળ ખસવા માટે ભારતીય જવાનો હથિયાર વગર તેમની પાસે વાતચીત કરવા ગયા હતા. ચીની સૈનિકોએ 20 ભારતીય જવાનોને ઘેરીને પીઠ પાછળ હુમલો કર્યો હતો અને તેમાં 20 જવાનો શહીદ થયા હતા. પરંતુ ભારતનાં જવાનોએ બદલામાં તેમનાં 40 જવાનોને ઠાર કર્યો હતો. ચીન દ્વારા અત્યાર સુધી તેમનાં કેટલા જવાનો ઠાર થયા તેનો ઓફિશિયલ ખુલાસો કરાયો નથી. તો બીજી તરફ ભારતમાં તેનાં વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યો હતો.

Related Posts