પરિણીતા ફાંસો ખાધેલી હાલતમાં એક કલાક લટકતી રહી અને કોઇને ખબર પણ ન પડી

હથોડા: કોસંબા પાસેના મોટાબોરસરાના શ્રીનાથ રો-હાઉસમાં શનિવારે એક વિચિત્ર ઘટનાં બની હતી. જેમાં કોઈક કારણસર પરિણીતાએ ફાંસો ખાઈ લીધો હતો. તેના ઘરમાં એક કલાક સુધી લટકતી રહી. તેને જોઈ પતિ અને સ્થાનિક લોકો સમજ્યા કે તેનું મોત થઈ ગયું છે. જેથી માતમ મનાવવામાં ખાસ્સો સમય વિતાવી દીધો ત્યાર બાદ પરિણીતાને મૃતદેહને નીચે ઉતાર્યો ત્યારે ખબર પડી કે તેનો શ્વાસ હજુ ચાલુ છે, તે જીવતી છે જેથી તેને બચાવવા હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન પરિણીતાનું મોત થયું હતું.

Infosys employee commits suicide | Deccan Herald

મુળ મધ્યપ્રદેશની વતની અને હાલ પતિ સાથે કીમ ચાર રસ્તા નજીકના મોટા બોરસરાની હદમાં શ્રીનાથ રો-હાઉસમાં ભોડથી રહેતા ક્રિષ્ના દેવસિંગ લાલસીંગની 26 વર્ષની પત્ની રંજનબેન શનિવારે બપોરના 12:00 વાગ્યે પોતાના ઘરમાં પંખા પર ઓઢણી ફાંસો ખાઈ લીધો હતો. આ મહિલા એક કલાક સુધી ફાંસો ખાધેલી હાલતમાં લટકી રહી હતી. તેને જોઈ મહિલાના પતિ અને સ્થાનિક લોકો એવું સમજ્યા કે મહિલાનું મોત થઈ ચૂક્યું છે, પરંતુ મહિલાનો મૃતદેહ નીચે ઉતારતાં મહિલાનો શ્વાસ ચાલી રહ્યો હતો, તે જીવતી હતી, મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જતાં સારવાર દરમ્યાન મોત થયું હતું.

Every hour, one student commits suicide in India - lifestyle ...

માતમ મનાવવા કરતા કદાચ મહિલાના દેહને જલ્દી નીચે ઉતારી દીધો હોત તો મહિલા બચી શકત, સ્થાનિક અને પતિએ બીક ના માર્યા મહિલાના દેહને હાથ પણ લગાવ્યો નહતો. આત્મહત્યા કરનાર મહિલા પાસેથી એક સુસાઇટ નોટ પણ મળી આવી છે. જેમાં પોતાની મરજીથી આત્મહત્યા કરતી હોવાનું અને પોતાના પતિને ખુબજ પ્રેમ કરતી હોવાનો ઉલ્લેખ કર્યો છે, આ બનાવ પ્રશ્ને કોસંબા પોલીસ તરફથી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Teen commits suicide after police, allegedly, embarrass him in ...

આ સિવાય માંગરોળ તાલુકાનાં ઝંખવાવ ગામે એક સાથે ત્રણ વ્યક્તિને કોરના થતાં આરોગ્ય વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્રે ઝંખવાવ ચારરસ્તાથી ઝંખવાવના મુખ્યબજારમાં જતાં માર્ગનાં વિસ્તારને સીલ કરી દીધો છે અને માર્ગનાં પ્રવેશદ્વાર પર બ્રેકેટ મૂકી પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી તમામ વાહનોને પ્રવેશવા પ્રતિબંધ મૂકી દીધો છે, તો બીજી તરફ ગ્રામપંચાયતે બજારનો સમય સવારે સાત કલાકથી બોપોરે બે કલાકનો કરી દીધો છે, જ્યારે માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી તરફથી ઝંખવાવ ગામે આરોગ્યની ટીમો રવાના કરી આરોગ્યનું ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે.

Related Posts