નાપાક પાકિસ્તાન તરફથી નૌશેરા સેક્ટરમાં થયેલા ફાયરિંગમાં એક જવાન શહીદ

શ્રી નગર: પાકિસ્તાનીઓ પોતાના નાપાક કાવતરા ઘડવાથી પાછળ પડી રહ્યા નથી એવામાં ફરી એક વાર જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) માં રાજૌરીનાં નૌશેરા સેક્ટર (Naushera Sector) માં પાકિસ્તાનનાં નાપાક ઇરાદાઓએ સીઝફાયરનું ઉલ્લંઘન (Ceasefire violation) કર્યુ છે અને ગોળીબારી કરી છે જેમાં એક જવાન શહીદ થયો છે જેની રેન્ક હવલદારની હતી. ભારત તરફથી પાકને જડબાતોડ જવાબ મળી રહ્યો છે. ગત અઠવાડિયાની વાત કરીએ તો ઉરી સેક્ટર (Uri Sector) થી લઈને ગુરેજ સેક્ટર (Gurez Sector) વચ્ચે લાઈન ઓફ કંટ્રોલ (Line of Control) પર ઘણા સ્થાનો પર પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન તરફથી જે ફાયરિંગ કરવામાં આવી હતી જેમાં ચાર ભારતીય જવાનો શહીદ થયા હતા.

નાપાક પાકિસ્તાન તરફથી નૌશેરા સેક્ટરમાં થયેલા ફાયરિંગમાં એક જવાન શહીદ

અધિકારીઓનાં જણાવ્યા મુજબ નૌશેરા સેક્ટરનાં લામ વિસ્તારમાં સરહદ પર મોડી રાત્રે અંદાજિત એક વાગ્યે ફાયરિંગ થઈ હતી જેમાં હવલદાર શિવાજી ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ત્યાર બાદ તેમની મૃત્યુ થઈ હતી. પાકિસ્તાન હંમેશા સીઝફાયર કરારનું ઉલ્લંઘન કરે છે. આ હસ્તાક્ષર 1999માં બંને દેશો વચ્ચે કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન દ્વારા 2020ની શરૂઆતથી અત્યાર સુધી કુલ 3200થી વધુ વખત સીઝ ફાયરનું ઉલ્લંઘન થયું છે જેમાં 30થી વધુ નાગરિકો માર્યા ગયા છે અને 110થી વધુ ઘાયલ થયા છે. પાકિસ્તાન દ્વારા બાંદીપુરા જિલ્લાનાં ગુરેજ અને કુપવાડા જિલ્લાનાં કેરન સેક્ટરમાં પણ સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે તેવી માહિતી મળી છે.

નાપાક પાકિસ્તાન તરફથી નૌશેરા સેક્ટરમાં થયેલા ફાયરિંગમાં એક જવાન શહીદ

જણાવી દઈએ કે સીઝફાયરનાં ઉલ્લંઘન બાદ પાક તરફથી ખોટી સફાઈ આપવાના પ્રયાસોને લઈને ભારતે નાપાક પાકિસ્તાનને ફટકાર લગાવી હતી. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સ ભ્રામક છે અને આ ભારત વિરુદ્ધ પ્રોપેગેન્ડા ચલાવવાના નીતિનો એક હિસ્સો છે. ભારતીય વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું કે, વૈશ્વિક આંતકનો ચેહરો ઓસામા બિન લાદેન પાકિસ્તાનમાં મળ્યો હતો. જેને ઇમરાન ખાન સંસદમાં શહીદ બતાવી ચૂક્યા છે. તેમણે પાકિસ્તાનમાં 40 હજાર આંતકી હોવાની વાત પોતે સ્વીકારી હતી. વધુમાં તેમણે કહ્યું કે, પાકિસ્તાનનાં વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રીએ ગર્વની લાગણીથી આ વાતને સ્વીકાર કર્યો હતો કે પુલવામા આતંકવાદી હુમલામાં ભારતનાં 40 જવાનો શહીદ થયા તેમાં પાકિસ્તાનનો હાથ હતો.

Related Posts