સાધુવેશ વિનાના સંન્યાસી… સ્વામી આનંદ

સેવા-ધર્મનું આચરણ-પાલન-ચિંતન અને મનન માણસ પોતાની આગવી ઉર્જા શકિત હોય તે મુજબ કરી શકે છે. ધર્મ પાળનારા અનેક સંપ્રદાયોમાં આજે વિહરતા હોય છે. સેવા કોઇ દીન દુ:ખીયાની અનેક રીતે સેવા અથવા મદદ થઇ શકે છે. ધર્મના ઓઠા હેઠળ આજે તો અનેક સેવાક નીકળી પડયાનું જોવા મળે છે. હૈયામાં સાચું હેત બધા માણસમાં હોતું નથી. આપત્તિમાં પડખે ઉભો રહે બોલાવ્યા વગર સમજીને તે માણસ સાચો અને ખુલ્લા મન હૃદયનો કહી શકાય. ગુજરાતના સપૂત સંતની ગણતરીમાં મૂકાય એવા સ્વામી આનંદ માટે કાકા સાહેબ કાલેલકર ખૂબ જ સહજ શૈલીમાં એમના વ્યકિતત્વ વિષે લખેલું છ. જે વાંચીએ ત્યારે આપણા મનહૃદયને સ્પર્શ્યા વગર રહેતું નથી. તેઓ કહે છે સ્વામી આનંદ તેઓ હિમાલયની વિહાર યાત્રા પછી આવે છે ત્યારે સ્વામી એક જુદા જ માણસ બન્યા. તેમણે જોઇ લીધું કે માણસમાં સાધુતા હોય છતાં સાધુ ના વેશ હોવો ન જોઇએ. માણસ અપરિગ્રહ વ્રતનું પાલન કરે પણ ભિક્ષા માગતો ઉપદેશ કરતો ન ફરે. દુનિયામાં રહે છતાં નિ:સ્પૃહતા કેળવે, અમર્યાદ પ્રવૃત્તિમાં પડે, છતાં અનાસકત રહે, તો જ માણસ આજે દેશની કંઇક સેવા કરી શકે, લોકો આપણને સાધુ તરીકે ઓળખે, એટલે આપણે મૂઆ પડયા, લોકો જોડે દુનિયાદારી માણસ જેવા જ રહીએ, તેમની જ ભાષા બોલીએ, તેમના જેવી જ પ્રવૃત્તિ આદરીએ અને છતાં તેની અંદર મોહમમતા ન રાખીએ તો જ સન્યાસીનું કર્તવ્ય પાર પાડયું ગણાય. કાકા સાહેબ આગળ લખે છે સ્વામીએ પોતાની લાંબી જટા ને દાઢી ઉતરાવી નાખી, કફની ને દંડને રજા આપીને મુંબઇગરા જેવો સામાન્ય પોશાક ચડાવ્યો. મુંબઇમાં રહી તેમણે સામાન્ય માણસ પૈસા કમાવાના જે સામાન્ય ઉદ્યોગો કરે છે, તેવા ઉદ્યોગો કેટલાક દિવસ સુધી કર્યા! છાપાઓનાં ખબરપત્રી, જુવાનિયાઓના ટપુટર હિંદી સાહિત્ય સંમેલનના ઉપમંત્રી વગેરે કામો તેઓ કરતા. સાધુ સન્યાસીમાં પણ દરેક જાતની વ્યવહાર કુશળતા હોય શકે છે, એનો તેમણે અનુભવ કરાવ્યો. આજે તો બની બેઠેલા સમાજ સેવકોનો કયાં તોટો છે?

ધરમપુર  – રાયસીંગ ડી. વળવી – આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

Related Posts