આત્મહત્યા પહેલાનો દિલધડક વીડિયો: આયેશા લડાઈ માટે નથી બની, મને ખુશી છે હું અલ્લાહને મળીશ..

ગાંધીનગર (Gandhinagar): ગુજરાતના અમદાવાદ શહેરમાં પરિણીતાએ સાબરમતીમાં પડતુ મૂકીને ઝંપલાવ્યુ છે. અને આ યુવતીએ એક વિડીયો બનાવ્યો છે. જે વિડીયો વાયરલ થયો છે. આયેશાએ વીડિયોમાં કહ્યુ છે કે, ‘ હેલો, અસલામોઅલયકુમ, મારું નામ આયેશા આરીફ ખાન છે … અને હું જે કંઇ કરવા જઇ રહી છું, મારી ઇચ્છા પ્રમાણે કરી રહી છું. આમાં કોઈ દબાણ નથી, હવે શું કહેવું? સમજો કે ભગવાન દ્વારા આપવામાં આવેલું જીવન પૂરતું હતુ અને મને આટલું જીવન સૂકૂન ભરેલું લાગ્યું. અને પપ્પા, તમે ક્યાં સુધી લડશો? કેસ પાછો ખેંચો. આયેશાને લડાઇ માટે બનાવવામાં આવી નથી. અને જો તે આરીફને પ્રેમ કરે છે, તો તે તેને ત્રાસ આપશે નહીં. જો તેને સ્વતંત્રતા જોઈએ છે, તો તેણે મુક્ત થવું જોઈએ.’.

ચાલો મારું જીવન અહીં સુધી જ હતુ. મને ખુશી છે કે હું અલ્લાહને મળીશ અને તેમને કહીશ કે મારી ક્યાં ભૂલ હતી? માતાપિતા ખૂબ સારા છે, મિત્રો ખૂબ સારા છે, પણ ક્યાંક મારામાં કમી રહી ગઇ હશે. અલ્લાહને પ્રાર્થના કરીશ કે ફરીથી માણસોનો ચહેરો ન બતાવે. પ્રેમ કરવો હોય તો બંને તરફથી પ્રેમ મળવો જરૂરી છે. કેટલીક મહોબ્બત લગ્ન પછી પણ અધૂરી રહે છે. ઓ પ્યારી નદી, મને પ્રેમ કરો, મને તમારામાં લો અને મારી પીઠ પાછળ વધુ બખેડો ન કરતા.’.

‘હું પવનની જેમ છું, ફક્ત વહેતી રહેવા માંગું છું. કોઈ માટે અટકવું નથી, મને ખુશી છે કે આજે મને મારા સવાલોના જવાબ મળી ગયા છે. અને જેને હું જે કહેવા માગતી હતી તે મેં કહી દીધું છે. આભાર, પ્રાર્થનામાં મને યાદ રાખો.શું ખબર જન્નત મળે ન મળે. બાય બાય.’.

જાણવા મળ્યુ છે કે આયેશા અમદાવાદમાં મોટી થઇ છે. માહિતી મળી છે કે તેના લગ્ન રાજસ્થાનના ઝાલોરમાં થયા હતા, પણ સાસરા પક્ષ તરફથી દહેજ માટે ખૂબ દબાણ અપાઇ રહ્યુ હતુ. આયેશાના પિતાએ આ ઘટના બાગ આયેશાના પતિ વિરુદ્ધ ફરિયાદ કરી છે. તેમણે કહ્યુ હતુ કે 2018માં આયેશાના લગ્ન કરાવ્યા પછી 2019માં જ આયેશા પિયર આવી હતી, જો કે સમાધાન કરીને તેને પાછી મોકલી હતી. આયેશાના પિતાએ ખુલાસો કર્યો કે આયેશાના પરિવારે તેમની પાસે દોઢ લાખ રૂપિયાની માંગ કરી હતી. વ્યવસાયે દરજી લિયાકત ખાને પોતાની લાયકાત ન હોવા છતાં જેમ તેમ દોઢ લાખની વ્યવસ્થા કરી આયેશાના સાસરીવાળાઓને આપ્યા હતા. છતાં ત્રાસ ઘટ્યો નહોતો.

આયેશાના પિતાએ જ ખુલાસો કર્યો હતો કે દોઢ લાખ આપ્યા પછી પણ આરીફ અને તેના પરિવારનો લોભ ઘટ્યો નહોતો. થોડા મહિના પહેલા તે ફરી આયેશાને અમદાવાદ છોડી ગયો હતો. આરીફ ફોન પર આયેશા સાથે વાત પણ કરતો નહોતો. એક દિવસ જ્યારે આયેશાએ ગુસ્સે થઇને આત્મહત્યા કરવાની ધમકી આપી તો જવાબમાં તેના પતિએ કહ્યુ હતુ કે, ‘જો તારે મરવું હોય તો મરી જા.’.

Related Posts