અમદાવાદનાં શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાથી 3 મહિલાઓ સહિત 8 કોરોના દર્દીઓનાં મોત

અમદાવાદ : રાજ્યમાં કોરોના મહામારી (Corona Epidemic) વચ્ચે અમદાવાદ શહેરમાં કોરોના ડેડિકેટેડ શ્રેય હોસ્પિટલ (Shrey Hospital) માં ગુરુવારે વહેલી સવારે 3.15ની આસપાસ આગ લાગી હતી જેમાં જેમાં ત્રણ મહિલાઓ સહિત 8 કોરોના દર્દીઓનું મોત (Death of corona patients) નિપજ્યુ હતું. આ આગ આઈસીયુમાં લાગી (The fire broke out in the ICU) હતી ત્યાર બાદ 3.20 મિનિટે ફાયર બ્રિગેડ (Fire brigade)ને ફોન કરવામાં આવ્યા હતો. અંદાજિત 4.20 મિનિટે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આઈસીયુમાં 10 કોરોનાનાં દર્દીઓ હતા જ્યારે હોસ્પિટલમાં અંદાજિત 49 જેટલા કોરોના દર્દીઓ હતા જેમાંથી 8 લોકોનું મોત નિપજ્યુ છે.

અમદાવાદનાં શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાથી 3 મહિલાઓ સહિત 8 કોરોના દર્દીઓનાં મોત

મૃત્યુ પામેલા લોકોમાં જ્યોતિ સિંધી, આયશા તિરમીશ, આરિફ મંસૂર, નવીનલાલ શાહ, અરવિંદ ભાવસાર, મનુભાઈ રામી, લીલાવતી શાહ અને નરેન્દ્ર શાહ શામેલ હતા. અંદાજિત 30 થી 35 કોરોના દર્દીઓને બીજા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તથા તપાસ માટે ફોરેન્સિક વિભાગની ટીમ (Forensic department team) પહોંચી ગઈ છે. સાથે સ્થાનિક પોલીસ વિભાગ (Police Department)ની ટીમ પણ શ્રેય હોસ્પિટલ પહોંચી હતી. પોલીસ પાસેથી મળેલ માહિતી અનુસાર આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ (Short circuit) સામે આવી રહ્યુ છે. સવારે 3.15ની આસપાસ આઈસીયુમાં આગ લાગી હતી અને તે બાદ બીજા વોર્ડમાં પણ ફેલાઈ હતી. આ આગમાં ત્રણ મહિલાઓ સહિત 8 લોકોનાં મોત થયાં છે. આ તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ (Postmortem) માટે મોકલવામાં આવ્યો છે. ઉપરાંત આગ પર હાલ કાબૂ મેળવી લેવાયો છે સાથે જ ઘણાં દર્દીઓને રેસ્કયૂ (Rescue patients) કરવામાં આવ્યો છે.

Related Posts