થોડાક સૂચનો, સરકારને

 (1) વડાપ્રધાને 58 દેશોની 4 વર્ષમાં મુલાકાત લઈ રૂા. 58 કરોડનો ધુમાડો કર્યો. આપણી 130 કરોડની વસ્તી છે. આ ખર્ચ વ્યાજબી છે?

(2) ગુંડા તત્વો અને અસમાજીક પ્રવૃત્તિ ધરાવતી કોઈપણ વ્યક્તિ ચૂંટણી લડી શકે નહિ. હાલમાં કેટલા કેસો આવા પેન્ડીંગ છે જેનો કોઈ નિકાલ થયો નથી.

(3) રાજકારણમાં તમામ પ્રધાનો અને જે તે અધિકારીની 70 વર્ષની વયમર્યાદા તાત્કાલિક નક્કી કરવી.

(4) મન કી બાતના કાર્યક્રમ રવિવારે કેટલાં બધાં થયા પરંતુ ગરીબ અને મધ્યમવર્ગ માટે કોઈ રાહતના સમાચાર નથી. ફક્ત વેપારીઓ માટે જ બધા લાભો નક્કી થાય છે.

(5) રેલવેમાં વિકલાંગોના ડબ્બામાં સામાન્ય માણસો જગ્યા રોકીને મુસાફરી કરે છે.

(6) દેશમાં મોટા શહેરોમાં જે જેણે આવેલી છે તેમાં ગુનાખોરીમાં સજા પામેલા કેદીઓ કાંદા-બટાકાની જેમ બફાઈ જાય છે ખૂબ જ ગીચતા હોઈ છે. આ માટે 20 વર્ષથી 40 વર્ષના તમામ કેદીઓને યુધ્ધના મેદાનમાં તાલીમ આપીને સામેલ કરવા. તેમને જે તે શહેરમાં ગંદકી હોઈ તેની પાસે સાફ-સફાઈની કામગીરી પણ કરી શકાય આથી જેલનું ભારણ ખૂબ જ ઓછું થઈ શકે.

(7) અનાજ અને જીવન જરૂરિયાતની વસ્તુ મેળવવા માટે રેશનીંગ કાર્ડની પધ્ધતિ નાબૂદ કરીને આધાર કાર્ડના હિસાબે તે જે તે રેશનીંગની દુકાન પરથી લઈ શકે.

સુરત- રમીલાબેન એન. દેસાઈ        -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts